તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'14 વર્ષનો બાળક છે મારો પતિ, સસરા કરે છે આવું', યુવતીએ જણાવી દર્દનાક કહાણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઈન્દોર: જાબુઆ જિલ્લાના મેઘનગરમાં એક યુવતીને અંધારામાં રાખીને 14 વર્ષના એક સગીર યુવક સાથે લગ્ન કરાવવાનો મામલો સામે આવ્યો છે. જ્યારે યુવતી સાસર પહોંચી ત્યારે તેને આ ઘટનાની જાણ થઈ હતી. થોડા સમય બાદ સસરા તેની વહુ પર સંબંધ બનાવવાનું દબાણ કરવા લાગ્યા હતા. તેણે ઘણીવાર સંબંધ બનાવવાના પ્રયત્ન પણ કર્યા હતા પરંતુ યુવતીએ જેમ-તેમ કરીને તેને બચાવી લીધી હતી. જ્યારે સહનશક્તિની હદ પાર થઈ ગઈ ત્યારે યુવતી પોલીસ પાસે પહોંચી અને સાસુ, સસરા અને સગીર પિતા વિરુદ્ધ ફરિયાદ કરી હતી. 

 

શું છે સમગ્ર ઘટના?

 

- પીડિતાએ જણાવ્યું હતું કે, મે 12 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. આ વર્ષે માર્ચમાં સમાજની પરંપરાથી વિરુદ્ધ મારા લગ્ન થયા હતા.
- લગ્નમાં થોડા લોકો જ આવ્યા હતા. પરંપરા અનુસાર દુલ્હાનો ચહેરો ઢંકાયેલો હતો. જ્યારે હું સાસરે પહોંચી અને પતિ અંગે પૂછ્યું તો તે 14 વર્ષનો સગીર યુવક નીકળ્યો.
- જ્યારે મે મારા મા-પિતાને આ અંગ જણાવ્યું તો તેમણે નસીબની રમત માનીને સાસરામાં જ રહેવા માટે કહ્યું હતું.
- તેમણે કહ્યું હતું કે, થોડા જ વર્ષોમાં પતિ વયસ્ક થઈ જશે. આ વાત પર હું સાસરે રહેવા માટે તૈયાર થઈ ગઈ હતી.
- થોડા દિવસો બાદ સસરાની નિયત બગડી હતી. તે દરેક સમયે મને ખરાબ રીત અડવાનો પ્રયત્ન કરતા હતા.
- એક દિવસ મારા રૂમમાં આવીને ખરાબ હરકત કરવા લાગ્યા અને સંબંધ બનાવવા માટે કહ્યું હતું. 
- સસરાની હરકત અંગે મે પતિને જણાવ્યું તો તેણે કહ્યું કે, તુ જ ઉકસાવનાર હરકતો કરતી હશે.
- બીજીવાર સસરાએ આવી હરકત કરી તો મે સાસુને જણાવ્યું હતું. તેમણે સસરાનો વિરોધ કર્યો ન હતો.
- સાસુએ કહ્યું હતું કે અમે દાપા (લગ્ન સમયે દુલ્હાપક્ષ દ્વારા દુલ્હનપક્ષને આપવામાં આવતી રકમ) આપીને તને લાવ્યા છે એટલા માટે તેમનો હક બને છે. તે જેવું કહે તેનું કર. ત્યારબાદ હું આ બધાથી પરેશાન થઈને સાસરે જતી રહી હતી.

- ત્યારબાદ ગામમાં પંચાયત બેઠી હતી. જેમાં સસરાએ કહ્યું હતું કે, હું વહુ સાથે કોઈ ખરાબ હરકત નહીં કરું.
- ત્યારબાદ હું ફરીથી સાસરે ગઈ હતી પરંતુ સસરાએ ફરી મારી સાથે ખરબા હરકત કરી હતી. ત્યારબાદ ત્યાંથી ભાગીને પોલીસ સ્ટેશન પહોંચી હતી અને ફરિયાદ કરી હતી.

 

સસરાએ ઘરમાં આગ લગાડવાની ફરિયાદ કરી

 

- પીડિતાના સસરાએ પોલીસ સ્ટેશનમાં વહુ તેના પિતા અને ભાઈ વિરુદ્ધ ફરિયાદ કરી હતી કે દાપાની રકમ લેવા માટે તેમણે અમારા ઘરનો એક ભાગ સળગાવી નાખ્યો છે.
- તેણે એ વાત માની કે દીકરો સગીર છે પરંતુ વહુની આબરૂ લેવાનો પ્રયત્ન નથી કર્યો. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. 
- એસડીઓપી રાવતે જણાવ્યું હતું કે, મામલો ગંભીર છે. પીડિતાની ફરિયાદને આધારે સસરા વિરુદ્ધ કલમ 354 અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. આગળ તપાસ કરાઈ રહી છે.

 

આગળ જુઓ સંબંધિત તસવીરો...

અન્ય સમાચારો પણ છે...