તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાત્રે કોઈ નથી રોકાતું આ શિવ મંદિરમાં, ભૂતોએ બનાવ્યું હોવાની વાર્તા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગ્વાલિયર: ચંબલના પર્વતોમાં બનેલા આ શિવ મંદરમાં આજે પણ કોઈ રાત્રે રોકાવાનું પસંદ નથી કરતા. માનવમાં આવે છે કે અધુરુ દેખાતું આ 1100 વર્ષ જૂના મંદિરનું નિર્માણ સ્વયં ભગવાન શિવના આદેશથી તેમના ગણ દ્વારા જ કરવામાં આવ્યું હતું. પરંતુ એક રાતમાં આ મંદિરનું નિર્માણ પુરૂ ન થઈ શક્યું અને સવાર થતા શિવગણ જતા રહ્યા હતા. આ મંદિર પર લગાવવામાં આવેલા આટલા વજન વાળા પથ્થર જોઈને કોઈ માનવા તૈયાર જ નથી કે આ મંદિર કોઈ માણસોએ બનાવ્યું હોય. આજે ભાસ્કર ગ્રૂપ તમને ખજૂરાહોના કંદારિયા મહાદેવના કકનમઠ મંદિરની સ્ટોરી જણાવીશું...
 
- મુરૈનાથી 20 કિમી દૂર સિહોનિયામાં બનેલું 1100 વર્ષ કરતા પણ જૂનું કકનમઠ મંદિર આજે પણ અધુરુ લાગે છે.
- આ મંદિરના નિર્માણ સાથે જોડાયેલી ઘણી વાર્તાઓ પ્રચલિત છે. માનવામાં આવે છે કે શ્રીકૃષ્ણના આદેશથી પાંડવોએ આ મંદિર બંધાવ્યું હતું.
- બીજી બાજુ એક એવી લોકવાયકા છે કે, ભૂતોએ એક રાતમાં આ મંદિર બનાવ્યું હતું. માનવામાં આવે છે કે રાણી કકનાવતીની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવે ભૂતોને આ મંદિર બનાવવાનો આદેશ આપ્યો હતો.
 
રાણી કકનાવતીની ભક્તિથી જોડાયેલી કકનમઠ નિર્માણની આ સ્ટોરી

- ઈતિહાસકારોના જણાવ્યા પ્રમાણે, તોમર વંશના રાજા સોનપાલની રાણી કકનાવતી શિવભક્ત હતી, પરંતુ તેમની આસપાસ કોઈ શિવમંદિર નહતું.
- રાજાએ રાણી માટે શિવ મંદિર બનાવવાનો નિર્ણય લીધો હતો. પોતાના ભક્તની ઈચ્છા જાણીને ભૂતનાથ શિવના આદેશથી તેમના ભૂતોએ તે જ રાત્રે મંદિરનું નિર્માણ શરૂ કરી દીધું હતું.
- માનવામાં આવે છે કે ભૂતનાથના ગણોએ રાત્રે મંદિરનું નિર્માણ શરૂ કર્યું હતું, પરંતુ સવાર થતા મંદિરનું નિર્માણ પુરૂ ન થઈ શક્યું અને સવાર પડતા તેઓ નીકળી ગયા હતા.
 
આ છે મંદિરની વિશેષતાઓ

- કકનમઠ મંદિર ઉત્તર ભારતીય નાગર શૈલીમાં બનાવવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે, આ મંદિરના નિર્માણમાં ક્યાંય પણ સીમેન્ટ કે ચૂનાનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. આઠમીથી 11મી સદી દરમિયાન મંદિરોનું નિર્માણ નાગર શૈલીમાં કરવામાં આવતું હતું. કકનમઠ મંદિર આ શૈલીનો બેસ્ટ નમૂનો છે.
- પથ્થરોને એકની ઉપર એક મુકીને આ મંદિર બનાવવામાં આવ્યું છે. આટલા લાંબા સમયથી ઘણી પ્રાકૃતિક મુશ્કેલીઓ આવી ગઈ છે. તેના કારણે અહીં બનેલા નાના નાના મંદિરો નષ્ટ થઈ ગયા હતા.
- કકનમઠ મંદિરોની દિવાલો પર શિવ-પાર્વતી, વિષ્ણુ અને શિવ ગણની પ્રતિમા બનાવવામાં આવી છે. જોકે હાલ ઘણી બધી પ્રતિમાઓ ખંડિત થઈ ગઈ છે.
- રાણી કકનાવતી ભગવાન શિવની ભક્ત હતી. તેમની ઈચ્છાથી જ શિવ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તેથી આ મંદિરનું નામ કકનમઠ રાખવામાં આવ્યું છે.
 
માત્ર પથ્થરોથી મંદિર બનાવવામાં આવ્યું

- કકનમઠ મંદિરના નિર્માણમાં ક્યાંય ચૂનો, માટી કે સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. આ મંદિર માત્ર પથ્થરોથી બનાવવામાં આવ્યું છે. આટલા લાંબા સમયથી મંદિરને ઘણી પ્રાકૃતિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. તેમ છતા આ મંદિર હજુ એટલું જ અડગ છે.
- હાલ કકનમઠ મંદિરની દેખરેખ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા કરવામાં આવી રહી છે. ઓફિસરોને ડર હતો કે જો આ મંદિરમાં કઈ પણ ફેરફાર કરવામાં આવશે તો તે પડી જશે. કારણકે આ મંદિરમાં પથ્થરો એકની ઉપર એક રાખવામાં આવ્યા છે. તેથી વિભાગ દ્વારા આ મંદિરનો જીર્ણોદ્ધાર પણ કરવામાં આવતો નથી.
 
આગળની સ્લાઈડમાં જુઓ કકનમઠ શિવમંદિરની અન્ય તસવીરો
અન્ય સમાચારો પણ છે...