મુંબઈઃ કાટમાળમાંથી 15 કલાકે એક વડિલને જીવતાં બહાર કઢાયા, ફોને કરી મદદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ ઘાટકોપરમાં મંગળવારે ધરાશાયી થયેલી ચાર માળની ઈમારતના કાટમાળમાંથી 15 કલાક બાદ 57 વર્ષના એક બુઝુર્ગને જીવતા બહાર કાઢવામાં આવ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે કાટમાળમાં ફસાયેલા હોવા છતાં ફોન લગાવીને પોતાના પુત્રને પોતે જીવતા હોવા અંગે જણાવ્યું હતું. ત્રણ વખત પત્ની સાથે પણ વાત કરી. તેઓએ કહ્યું કે દૂર્ઘટના બાદ મોબાઈલ લગભગ સાડા પાંચ કલાક સુધી ન લાગ્યો, તેવામાં તેઓએ જીવતા રહેવાની આશા છોડી દીધી હતી. કાટમાળમાં દબાઈ જવાથી તેમનો એક પગ ફ્રેકચર થઈ ગયો છે. તેમનો હાલ હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે. આ દૂર્ઘટનામાં લગભગ 17 લોકોનાં મોત થયા છે, જયારે 11 લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા છે.
 
‘રિંગ વાગી અને આશા જાગી’
 
- મંગળવારના મુંબઈના ઘાટકોપરમાં જમીનદોસ્ત થયેલી 4 માળની બિલ્ડિંગના કાટમાળમાં 57 વર્ષના રાજેશ દોષી નામના વડીલ પણ દબાઈ ગયા હતા.
- દૂર્ઘટના સમયે તેઓ પોતાના ફ્લેટમાં એકલા જ હતા અને આરામ કરી રહ્યાં હતા. તેમની પત્ની રીટાબહેન અને 26 વર્ષનો પુત્ર દર્શન મંદિરે ગયા હતા.
- બિલ્ડિંગના કાટમાળમાં ફંસાયેલા રાજેશની પાસે તેનો મોબાઈલ ફોન હતો, પરંતુ મંગળવારે સવારે 10-30 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી તેમનો ફોન નોટ રીચેબલ આવતો હતો. પુત્ર દર્શન વારંવાર તેને કોલ કરતો રહ્યો, પરંતુ વાત થઈ શકી ન હતી.
- જે બાદ સાંજે 5-10 કલાકે રાજેશભાઈએ પોતાના પુત્રને કોલ કર્યો, અને પુત્રના મોબાઈલ ફોનની રીંગ વાગ કે રાજેશભાઈને આશા જાગી હતી. તેઓએ પોતાને જીવતા હોવાની અને કાટમાળમાં દબાયાં હોવાની વાત કરી.
 
‘હજુ હું શ્વાસ લઈ રહ્યો છું મને બચાવો’
 
-  રાજેશભાઈએ પુત્રને ફોન પર કહ્યું, “ એક દિવાલ મારા પગ પર પડી છે, જેમાં હું ફસાઈ ગયો છું. હું શ્વાસ તો લઈ શકુ છું, પરંતુ નિકળી નથી શકતો. લોકોને કહે કે મને બહાર કાઢે, મારી મદદ કરે.”
 
આ રીતે થયું રેસ્ક્યૂ ઓપરેશન
- રાજેશભાઈએ પોતાના પુત્રને ફોન પર જણાવ્યું કે તેઓ કયાં અને કઈ હાલતમાં ફસાયા છે. આટલું જ નહીં તેઓએ કાટમાળમાં ફસાયેલા હોવા છતાં ત્રણ વખત પોતાની પત્ની સાથે વાત કરી અને પોતાની સ્થિતિથી વાકેફ કર્યા
- રાજેશભાઈના પુત્રના દર્શનના કહેવા પર NDRFની ટીમે તેમને રેસ્ક્યૂ કરવાનું કામ શરૂ કર્યુ અને લગભગ 2 કલાક બાદ લગભગ સાંજે 7-30 વાગ્યે તેમને બહાર કાઢવામાં આવ્યાં.
- જયારે રેસ્ક્યૂ ટીમે તેમને બહાર કાઢ્યા ત્યારે પણ તેઓ બેડ પર સુતેલા મળ્યાં. અહીંથી નિકળ્યાં બાદ તેઓને શાંતિ નિકેતન હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યાં.
 
એક કરોડમાં વેચાવાના હતા ફ્લેટ
 
- હોસ્પિટલમાં એડમિટ રાજેશભાઈએ જીવતા રહેવા પર ભગવાનનો આભાર માનતાં કહ્યું કે, “ હું બેડ પર સુતો હતો ત્યારે બિલ્ડિંગ પત્તાના મહેલની જેમ પડી હતી.”
- રાજેશભાઈએ કહ્યું કે, 3 BHKના ફ્લેટ તેઓએ 65 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો અને ટૂંક સમયમાં તેને 1 કરોડમાં વેચવાની ડીલ ફાઈનલ થઈ ગઈ હતી.
- જીવતા બચવાની ખુશીની સાથે રાજેશભાઈને હવે પોતાના ભવિષ્યની ચિંતા થવા લાગી છે. તેઓએ કહ્યું કે, હવે તેમની પાસે એક ચમચી પણ નથી બચી.
અન્ય સમાચારો પણ છે...