તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

BFને બચાવવા બુરખો પહેરીની આવી હતી GF, આખો દિવસ ચાલ્યો ડ્રામા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જયપુરઃ પાલી કોર્ટમાં એક વિચિત્ર પ્રકારનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરમાં સોજત રોડથી 3 સપ્ટેમ્બરના રોજ એક છોકરી ગુમ થઈ ગઈ હતી. તે જ છોકરી મંગળવારે બુરખો પહેરીને પાલીની અદાલતમાં પહોંચી હતી. છોકરીના પરિવારજનોએ તેને ઓળખી લીધી હતી અને કોર્ટ પરિસરમાંથી બહાર લઈ જવા લાગ્યા હતા. આ દરમિયાન કોઈએ અફવાહ ફેલાવી દીધી હતી કે, છોકરીનું અપહરણ થઈ ગયું છે.
જાણો શું છે સમગ્ર મામલો...

- પાલીના રાયપુરમાં રહેતા વસીમ અકરમ મે મહિનામાં તેની જ કોલોનીમાં રહેતી 17 વર્ષીય યુવતિને લઈને ભાગી ગયો હતો.
- 6 મેના રોજ પોલીસે છોકરી અને વસીમને પકડી પાડ્યા હતા.
- પાલીથી ત્રણ દિવસ પહેલા છોકરી તેની નાનીના ઘરે ફરીથી ગુમ થઈ ગઈ હતી.
બુરખો પહેરીને આવી કોર્ટ
- મંગળવારે પાલીમાં કોર્ટ પરિસરમાં આ છોકરીએ બુરખો પહેરીને પહોંચી હતી, તેની સાથે જેલમાં બંધ વસીમના પરિવારજનો પણ હતા.
- છોકરીના પરિવારજનો કોર્ટમાં હાજર હતા, તેઓએ બુરખો પહેરેલી છોકરીને ઓળખી લીધી હતી અને તેને જીપમાં બેસાડીને લઈ જવા લાગ્યા તો હાજર લોકોએ અપહરણની અફવાહ ફેલાવી દીધી હતી.
ટ્રાફિકમાં ફસાઈ ગઈ ગાડી

- શહેરમાં રોટરી ક્લબ પાસે છોકરીના પરિવારજનોની ગાડી ટ્રાફિક જામમાં ફસાઈ ગઈ તો પીછો કરી રહેલા છોકરાના પરિવારજનો પણ ત્યાં પહોંચી ગયા હતા.
- ઘટના સ્થળે જમા થયેલી ભીડે અપહરણની અફવાહમાં ચાલકના ફટકાર્યો હતો અને છોકરીના પરિવારજનોને નીચે ઉતારી દીધા હતા.
- લોકોને હકીકતની જાણ થઈ તો લોકો તેને લઈને ટ્રાફિક કન્ટ્રોલ રૂમ પહોંચી ગયા હતા.
- દિવસભર ચાલેલા આ નાટકનો ઉકેલ સાંજે સોજતરોડ પોલીસ સ્ટેશનમાં આવ્યો.
- પોલીસે છોકરીના પરિવારજનો સાથે મોકલી છે, જ્યારે અપહરણને લઈને દાખલ કરવામાં આવેલી ફરિયાદ મામલે તપાસ ચાલી રહી છે.
આગળની સ્લાઈડ્સમાં જુઓ, આખા દિવસ ચાલેલા ડ્રામાની વધુ તસવીરો...
તસવીરોઃ ગૌરવ શર્મા