તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

GESનો આજે બીજો દિવસ, વુમન એમ્પલોઇની ભાગીદારી વધારવા પર થશે ચર્ચા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હૈદરાબાદઃ ગ્લોબલ આંત્રપ્રેન્યોર સમિટના બીજા દિવસે મહિલા એમ્પલોઈઝની ભાગીદારી વધારવા પર ચર્ચા કરવામાં આવી રહી છે. બીજા દિવસે પણ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની દીકરી ઈવાન્કા  ટ્રમ્પમાં સમિટમાં સામેલ થઈ હતી. આ દરમિયાન તેમણે આઈસીઆઈસીઆઈ બેન્કના સીઈઓ ચંદા કોચર સાથે પણ મુલાકાત કરી હતી. અહીં ચર્ચા દરમિયાન ઈવાન્કાએ કહ્યું હતું કે, વુમન આંત્રપ્રેન્યોરની સંખ્યામાં એટલા માટે વધારો થયો છે કારણકે ટ્રેડિશનલ વર્કપ્લેસ પર વાતાવરણ બદલાઈ રહ્યું છે. નોંધનીય છે કે, 'વુમન ફર્સ્ટ, પ્રોસ્પેરિટી ફોર ઓલ' થીમ પર આ સમિટ થઈ રહી છે. જે 30 નવેમ્બર સુધી ચાલશે.

પ્લેનરી સેશનમાં ઈવાન્કા, ચંદા કોચર અને શેરી બ્લેયર સામેલ થયા હતા

 

- ઈવાન્કાએ કહ્યું-  મહિલાઓને તેમના પરિવાર અને સોસાયટીમાંથી પણ સપોર્ટ મળી રહ્યો છે. મહિલાઓને આગળ લાવવા માટે ટેક્નોલોજી પણ મહત્વની ભૂમિકા ભજવી રહી છે. 
- ઈવાન્કાએ કહ્યું, મહિલાઓને આગળ લાવવા માટે ટેક્નોલોજી પણ મહત્વની ભૂમિકા ભજવી રહી છે. આપણે વર્કિંગ વુમનને પ્રોત્સાહન આપવા માટે પોલિસીમાં ફેરફાર લાવવા માટે જરૂરી છે.
- હું એવુ કહેવા માગુ છું કે, આ માત્ર મહિલાઓનો મુદ્દો નથી. મહિલાઓ દુનિયાની કુલ વસતીનો અડધો હિસ્સો છે, તેથી આપણે આ મુદ્દાને ગંભીરતાથી લેવો જોઈએ અને તેના વિશે વિચાર કરવો જોઈએ.

 

- શેરી બ્લેયરે જણાવ્યું કે, મહિલાઓને ત્રણ Cની જરૂર છે. કોન્ફિડન્સ (Confidence), સક્ષમતા (Capabilities) અને કેપિટલ  (Capital). પુરુષોએ તે સમજવાની જરૂર છે કે, મહિલાઓ પણ તેમની સમાન છે.

- આપણે વર્કપ્લેસ પર જેન્ડર ડાયવર્સિટીનું ઉદાર દિલે સ્વાગત કરવુ જોઈએ.

- ચંદા કોચરે કહ્યું- ભારત સિવાય દુનિયામાં એવો કોઈ અન્ય દેશ નથી જ્યાં બેન્કિંગ સેક્ટરમાં 40 ટકાથી વધારે મહિલાઓ આગેવાની કરતી હોય.

- ભારતનું ઈકોનોમી સ્ટ્રક્ચર બદલાઈ રહ્યું છે, જે ભારતની મહિલાઓને તેમના કેરિયર્સની શરૂઆત કરવા માટે આઝાદી આપે છે. આજે દેશમાં ઘણી મહિલાઓ સપોર્ટમાં છે. તેમાંથી અમુક પાયલટ્સ છે તો અમુક બેન્કર છે.

 

 

આ મુદ્દાઓ વિશે પણ થઈ વાતચીત


- સ્કિલ ટ્રેનિંગ, એજ્યુકેશન અને મેંટરશિપ દ્વારા કામકાજને સારુ બનાવવું જોઈએ.
- વર્કપ્લેસ પર મહિલાઓ શું જવાબદારી નીભાવી રહી છે અને તેને પ્રોત્સાહન આપવા માટે શું કરી શકાય વગેરે...

 

વડાપ્રધાન મોદી અને ઇવાન્કાએ રોબોટ ‘મિત્ર’નું બટન દબાવીને ગ્લોબલ આંત્રપ્રિન્યોરશિપ સમિટ-2017નું ઉદઘાટન કર્યું


ઇવાન્કાએ કહ્યું કે મોદી કરોડો લોકોના જીવનમાં પરિવર્તન લાવી રહ્યા છે. ભારતનું અર્થતંત્ર ઝડપથી આગળ વધી રહ્યું છે. આ સમિટ ભારત અને અમેરિકા વચ્ચે વધી રહેલા આર્થિક અને સુરક્ષા સહયોગનું પ્રતીક છે. સમિટમાં 127 દેશોના 1200થી વધુ સાહસિકો સામેલ થઇ રહ્યા છે. ભારતના આશરે 400 અને અમેરિકાના આશરે 350 પ્રતિનિધિ અહીં ઉપસ્થિત છે. 30 નવેમ્બર સુધી ચાલનારી સમિટની થીમ ‘વુમન ફર્સ્ટ, પ્રોસ્પેરિટી ફોર ઓલ’ છે.

 

ઈવાન્કાએ ભારતીયોની સ્વતંત્રતાના 70 વર્ષ પૂરા થવા પર શુભકામનાઓ પાઠવી

 

ઇવાન્કાએ આયોજનમાં સામેલ થવા બદલ મોદીનો અાભાર માન્યો : ઇવાન્કાએ પીએમ મોદીનાં મોંફાટ વખાણ કરતા જણાવ્યું કે અમારી સાથે આ આયોજનમાં સામેલ થવા માટે તમારો આભાર માનીએ છીએ. તેમણે જણાવ્યું કે દુનિયામાં ભારતને લોકતંત્રનું પ્રતીક અને આશાનું કિરણ બનાવવા માટે આભાર. ઇવાન્કાએ ભારતના લોકોને સ્વતંત્રતાનાં 70 વર્ષ પૂરાં થવા માટે શુભેચ્છા પાઠ‌વી છે.

 

મહિલાઓની પ્રગતિથી જ દેશની પ્રગતિ શક્ય : મોદી


ગ્લોબલ એન્ટરપ્રિન્યોર સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે દેશના વિકાસ માટે મહિલા સશક્તીકરણ મહત્વનું છે. ભારતીય સંસ્કૃતિમાં મહિલા શક્તિનું પ્રતીક છે.


ભારતમાં રોકાણ કરવા વિશ્વના સાહસિકોને મોદીનું આમંત્રણ

 

નરેન્દ્ર મોદીએ ભારતમાં રોકાણ કરવા માટે ગ્લોબલ આંત્રપ્રિન્યોર્સને આમંત્રણ આપ્યું છે અને જણાવ્યું કે સરકારે ઇન્વેસ્ટર ફ્રેન્ડલી વાતાવરણ સર્જવા માટે કરવેરા પદ્ધતિમાં સુધારાઓ સહિત અન્ય ઘણા સુધારાઓ કર્યા છે. તેમની સરકારે 1200થી વધુ જૂના કાયદાઓ રદ કર્યા છે અને 21 સેક્ટર્સમાં વિદેશી રોકાણ માટે 87 નિયમો સરળ બનાવ્યા છે તેમ જ ઘણી પ્રક્રિયાઓ ઓનલાઇન કરી દીધી છે.

 

વાંચો: મોદીની પર્સનાલિટી પર ઇવાન્કા ફિદા, કહ્યું ચાવાળાથી PM બનવું અદભુત

 

આગળની સ્લાઈડમાં જુઓ સમિટ દરમિયાન મોદી અને ઈવાન્કાની તસવીરો

અન્ય સમાચારો પણ છે...