૩૦ નવેમ્બરથી સાધારણ ચેક બંધ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જો તમે સીટીએસ(ચેક ટ્રાન્ઝેકશન સિસ્ટમ)ચેકબુક ન લીધી હોય તો ઉતાવળ કરો. કેમ કે, એમઆઇસીઆર(મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રિકગ્નાઇઝર) ચેક એટલે કે વર્તમાન સાધારણ ચેક કલીયર નહીં થાય. રિઝર્વ બેંકે બેવાર મુદત આપ્યા બાદ એમઆઇસીઆર ચેક ક્લીયરિંગ હાઉસ ૩૦ નવેમ્બરથી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. તે પછી સીટીએસ આધારીત ચેક જ ચાલશે.

ભોપાલની યુનિયન બેન્કના ઝોનલ મુખ્યમથકમાં સીટીએસ ક્લીયરિંગ સેન્ટરે બુધવારથી કામગીરી આરંભી દીધી છે. ૩૦મી નવેમ્બર સુધી એમઆઇસીઆર ક્લીયરિંગ સેન્ટર કાર્ય કરતું રહેશે. સીટીએસ ચેક ક્લીયરિંગ માટે સમગ્ર દેશને દક્ષિણ, પ‌શ્ચિ‌મ અને ઉત્તર ત્રણ ગ્રીડમાં વિભાજિત કર્યો છે. સીટીએસ ચેકના માધ્યમથી પેમેન્ટ કરાવવાની જવાબદારી નેશનલ પેમેન્ટ ર્કોપોરેશન ઓફ ઇન્ડિયા(એસપીસીઆઇ)ને આપી છે. આ નિગમ આગામી સપ્તાહથી ભોપાલમાં પોતાની કામગીરી શરૂ કરવાનું છું.

આ ત્રણ ફાયદા

૧. ચેક ૨૪ કલાકમાં ક્લીયર થઇ જશે : એમઆઇસીઆર ચેક પ્રક્રિયામાં ઓછામાં ઓછા બે દિવસ લાગતા હતા. જો ચેક બીજા શહેરનો હોય તો તેને ચાર-પાંચ દિવસ લાગતા હતા. પણ, સીટીએસ ચેકમાં ચુકવણી માત્ર ૨૪ કલાકમાં થઇ જશે.

૨.એક ક્લિક પર વર્ષો જૂના ચેકની માહિ‌તી મળશે: એનપીસીઆઇ તમામ સીટીએસ ચેકની સ્કેન ઇમેજનું એક આર્કાઇવલ બનાવી રહ્યું છે. જેમાં વર્ષો જૂના ચેકની તમામ માહિ‌તી ઉપલબ્ધ હશે. આર્કાઇવલ બનાવવાની પ્રક્રિયા ચાલુ છે. તે પહેલી એપ્રિલ ૨૦૧૪થી કાર્યવાહી શરૂ કરશે.

૩. વધુ સુરક્ષિત: સીટીએસ ચેકમાં વિશેષ કેરેક્ટર હોય છે. સ્કેનિંગ મશીનમાં તેનું વેરિફિકેશન થાય છે એટલા માટે ગોટાળો થવાની સંભાવના ઓછી રહે છે. ચેક આપનારાની સહી ઓનલાઇન રહે છે. એટલા માટે તાત્કાલિક ચકાસણી કરવી સરળ હોય છે.