• Gujarati News
  • General Secretary Heavily Made​​, The More Difficult It Will Say: Amit Shah

મહામહેનતે મહામંત્રી બન્યો છું, વધારે બોલીશ તો મુશ્કેલી થશે : અમિત શાહ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- રામમંદિરનો મુદ્દો ઉછાળ્યા બાદ અમિત શાહ બચાવની ભૂમિકામાં આવી ગયા

રામમંદિરનો મુદ્દો ઉછાળીને ભાજપના મહામંત્રી અમિત શાહ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. તેમને આ મુદ્દે કંઈ ન બોલવાની સલાહ આપવામાં આવી છે. રવિવારે તેમણે કહ્યું કે ‘મહામહેનતે પક્ષનો મહામંત્રી બન્યો છું. વધારે કંઈ બોલીશ તો મુશ્કેલીમાં મુકાઈ જઈશ.’

ઉત્તર પ્રદેશના ભાજપના પ્રભારી અમિત શાહે શનિવારે કહ્યું હતું કે અયોધ્યા કરોડો હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર છે. અહીં વહેલી તકે ભવ્ય રામમંદિરનું નિર્માણ થવું જોઈએ. જોકે તેઓ રવિવારે પૂર્વ ઉત્તર પ્રદેશની લોકસભાની ૧૧ બેઠકોની સમીક્ષા બેઠક માટે ગોરખપુર ગયા ત્યારે મીડિયાથી બચતા રહ્યા. તો પંજાબના અમૃતસરમાં ભાજપના અધ્યક્ષ રાજનાથ સિંહે કહ્યું કે રામમંદિર પક્ષનો ચૂંટણી મુદ્દો નથી. ચૂંટણીમાં ભાજપનો મુદ્દો વિકાસ જ રહેશે.

આગળ વાંચો : મહંત અવૈધ્યનાથ અને યોગી આદિત્યનાથના આશીર્વાદ લીધાં