રાવતને નેપાળી સેનાનું માનદ જનરલ પદ, આર્મી ચીફએ ભેટમાં આપ્યા 7 ઘોડા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી/કાઠમંડુ. ઈન્ડિયન આર્મી ચીફ જનરલ બિપિન રાવતને નેપાળની રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીએ નેપાળી સેનાના માનદ જનરલ પદથી સન્માન્યા છે. કાઠમંડુમાં રાષ્ટ્રપતિ નિવાસ સ્થાન ‘શીતલ નિવાસ’માં યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં જનરલ રાવતને આ માનદ પદ આપવામાં આવ્યું. જનરલ રાવતે નેપાળી સેનાના જનરલ રાજેન્દ્ર છેત્રીને 7 ઘોડા ભેટમાં આપ્યા.
 
તલવાર, પ્રતીક ચિન્હ અને સર્ટિફિકેટ મળ્યાં
 
- ન્યૂઝ એજન્સી મુજબ, જનરલ બિપિન રાવતે નેપાળી સેનાનું જનરલ ટાઈટલ બુધવારે આપવામાં આવ્યું. રાષ્ટ્રપતિ ભંડારીએ તેમને આ માનદ પદ માટે એક તલવાર, પ્રતીક ચિન્હ અને સર્ટિફિકેટ આપ્યા હતા.
 
60 વર્ષ જૂની પરંપરા
 
-ભારત-નેપાળ વચ્ચે એકબીજાના સેના પ્રમુખોને માનદ પદ આપવાની પરંપરા 60 વર્ષથી ચાલી આવે છે. 1950 આ માનદ પદથી સન્માનવામાં આવેલા કમાન્ડર ઈન ચીફ જનરલ કેએમ કરિયપ્પા પ્રથમ ભારતીય ચીફ હતા.
 
7 ઘોડા આપ્યા ભેટમાં
 
-કાઠમંડુ વિઝિટ દરમિયાન જનરલ રાવતે નેપાળના પીએમ પ્રચંડ અને ડિફેન્સ મિનિસ્ટર બાલ કૃષ્ણ ખંડ અને નેપાળના આર્મી ચીફ રાજેન્દ્ર છેત્રી સાથે પણ મુલાકાત કરી.
- જનરલ રાવતે નેપાળ આર્મીને 7 ઘોડા પણ ભેટમાં આપ્યા.
- જનરલ બિપિન રાવતને ગત વર્ષે 31 ડિસેમ્બરે ઈન્ડિયન આર્મીમાં ચીફ બનાવાયા હતા.  તેઓ જનરલ છેત્રીના આમંત્રણ પર 4 દિવસના નેપાળ પ્રવાસ પર છે.
અન્ય સમાચારો પણ છે...