ગીતિકાની સુસાઈડ નોટમાંથી ફલિત થતાં પાંચ મહત્વપૂર્ણ ફેક્ટ્સ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગીતિકા ઉપરાંત અનેક મહિલાઓની જિંદગી બરબાદ કરી ચૂક્યો છે ગોપાલ કાંડા

હરિયાણાના પૂર્વ રાજ્યકક્ષાના ગૃહપ્રધાન ગોપાલ ગોયલ કાંડા અનેક મહિલાઓ સાથે જાતીય સંબંધ ધરાવતો હતો અને તેમનો ઉપયોગ માત્ર વાસના સંતોષવા માટે જ કરતો હતો. ચાહે તે ગીતિકા હોય કે અંકિતા. કોર્ટમાં આ વાત સાબિત થઈ ચૂકી છે. કાંડાના કથિત રીતે અંકિતા નામની મહિલા સાથે સંબંધ છે અને તેમના સંબંધોથી એક બાળકી પણ છે.

શુક્રવારે કાંડાની સમસ્યા વધી ગઈ. કોર્ટે આઈપીસીની વિવિધ ગંભીર કલમો હેઠળ કાંડા સામેના આરોપોનો સ્વીકાર કર્યો છે. કાંડા સામે જાતીય દુષ્કર્મ, સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, ગુનાહિત ષડયંત્ર રચવું, આત્મહત્યા કરવા માટે પ્રેરિત કરવા વગેરે, જેવી કલમો હેઠળ ખટલો ચલાવવાની પરવાનગી આપી છે. ગીતિકાએ આત્મહત્યા કરતાં પહેલા સ્યુસાઈડ નોટ લખી હતી, જેમાં તેણે કેટલીક વાતો લખી હતી, જે મહત્વપૂર્ણ બાબતો પર પ્રકાશ પાડે છે.

ફેક્ટ નંબર એક

તપાસમાં માલૂમ પડ્યું હતું કે, ગીતિકા તેનું જીવન સુધારવા માંગતી હતી, આથી તેણી દુબઈ ગઈ હતી. અહીં તેણીને અહેસાસ થયો હતો કે, કાંડા તેને ફસાવી રહ્યો છે. તેણે એમડીએલઆરમાં જૂના મિત્રો સાથે વાત કરીને 'નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ' સર્ટિફિકેટ મોકલવા માટે કહ્યું હતું, પરંતુ અંતે તેણે દુબઈથી પરત આવવું જ પડ્યું હતું.

જાતીય સંબંધ અંગે શું વાત પર પ્રકાશ પાડે છે. વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.