તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગીતા ફોગાટે લીધા 'બે જ બાળકો'ના શપથ, કહ્યું- 'દીકરાની ઈચ્છામાં અમે 4 બહેનો'

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: કોમનવેલ્થ ગેમની ગોલ્ડ મેડલિસ્ટ ગીતા ફોગાટ અખાડાની બહાર વસ્તી નિયંત્રણ વિશે મહિલાઓને જાગ્રત કરવાનું કામ કરશે. સોમવારે તેણે બે બાળકોને જન્મ આપવાની શપથ લીધી હતી. ગીતાએ કહ્યું હતું કે, હું બે બાળકોને જ જન્મ આપીશ, પછી ભલે તે દીકરો હોય કે દીકરી. મારી માતાને દીકરો જોઈતો હતો અને તે ઈચ્છામાં અમે ચાર બહેનો થઈ ગઈ હતી. પરંતુ હું અને મારા પતિ પવન આવુ નહીં કરીએ. મારો પરિવાર પણ આ નિર્ણયમાં મારી સાથે છે. ગીતાએ આ વાત જનસંખ્યા દિવસના આગામી દિવસે જ દિલ્હીના એક કાર્યક્રમમાં જણાવી હતી. 
 
અબોર્શન પર લાગવો જોઈએ પ્રતિબંધ

- ગીતાએ કહ્યું, બે બાળકોના જન્મ પર કોઈ પોલિસી બનાવવામાં આવે તો મને સૌથી વધારે ખુશી થશે. સરકારે આ વિશે કોઈ કાયદો બનાવવો જોઈએ. લોકોના મનમાં દીકરીના જન્મ વિશે જે ગેરસમજ છે તે પણ દૂર થવી જોઈએ. તે માટે અબોર્શન પર પ્રતિબંધ મુકવો ખૂબ જરૂરી છે. 
- તેણે કહ્યું કે, જો કોઈને બે દીકરા હોય અને તે પછી પણ તેઓ ઈચ્છતા હોય કે તેમને દીકરી હોય તો તેઓ દીકરી દત્તક લઈ શકે છે.
 
વધતી વસ્તી ચિંતાનો વિષય

- ગીતાએ જણાવ્યું, દેશમાં વધતી વસ્તી ખૂબ ચિંતાનો વિષય છે. કારણકે રિસોર્સ સતત ઘટી રહ્યા છે. મહિલાઓ આ સમસ્યાને રોકવા માટે આગળ નહીં આવે તો મુશ્કેલી વધી જશે. તે માટે આપણે તેમને જાગ્રત કરવા પડશે.
 
યોગેશ્વરે પણ લીધા શપથ

- આ કાર્યક્રમમાં રેસલર યોગેશ્વર દત્તે પણ બે બાળકોની શપથ લીધી હતી. તેણે કહ્યું હતું કે, વસ્તી નિયંત્રણ માટે આપણે બધાએ આગળ આવવુ જોઈએ. તેનાથી જ યુવા પેઢી  મજબુત અને ખુશ રહેશે.
- યોગેશ્વરે કહ્યું કે, દેશના વિકાસ વિશે વિચારવાની જવાબદારી માત્ર નેતાઓ અને અધિકારીઓની જ નથી હોતી, તે જવાબદારી આપણાં દરેકની છે. સામાન્ય માણસે પણ બે બાળકોની નીતિ અપનાવી જોઈએ.
- તેણે કહ્યું કે, હવે તો એવુ પણ કહેવાની જરૂર નથી કે દીકરીઓ કોઈથી નબળી છે અથવા પાછળ છે. તેથી દીકરો હોય કે દીકરી દરેકને એક સરખો પ્રેમ અને ગાઈડલાઈન્સ મળવી જોઈએ.
 
ભારતની વસ્તી વિશ્વની 18 ટકા
- યુનાઈટેડ નેશન્સના જણાવ્યા પ્રમાણે ભારતની વસ્તી 2024 સુધી ચીન કરતા વધારે થઈ જશે. એટલું જ નહીં 2030 સુધીમાં ભારતની વસ્તી 1.5 અબજ થવાનો અંદાજ છે. હાલ ચીનની વસ્તી 1.41 અબજ અને ભારતની વસ્તી 1.34 અબજ છે. 
- દુનિયાની કુલ વસ્તીમાં ચીનનો 19 ટકા અને ભારતનો 18 ટક ભાગ છે. ભારતની વસ્તી 2050 સુધીમાં ઘટાડો થવાની કોઈ શક્યતા નથી. 
 
આગળની સ્લાઈડમાં ક્લિક કરીને જુઓ અન્ય તસવીરો
અન્ય સમાચારો પણ છે...