તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Gang Rape Victim Allegedly Raped Again By The “same 5 Accused” Three Years Later

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોહતક: એજ પાંચ આરોપીઓએ 3 વર્ષ પછી તે જ પીડિતા સાથે ફરી કર્યો ગેંગરેપ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચંદીગઢ: રોહતકના ચંદીગઢમાં પાંચ આરોપીઓ દ્વારા એક યુવતી સાથે ગેંગરેપ કર્યો હોવાની ઘટના સામે આવી છે. આઘાતજનક બાબત તો એ છે કે, આ જ પાંચ આરોપીઓએ ત્રણ વર્ષ પહેલાં પણ આ જ છોકરી પર ગેંગરેપ કર્યો હતો. ત્યારે પીડિતા 18 વર્ષની ઉંમરની હતી. યુવતી સાથે ગેંગરેપ મામલે પીડિતાના ભાઈએ ન્યાયની માગણી કરી છે.
પીડિતાના ભાઈએ કહ્યું પૈસા નહીં ન્યાય જોઈએ છે
- આરોપીઓના પરિવારજનોએ પીડિતાના ભાઈને પૈસાની ઓફર કરીને કોર્ટની બહાર જ કેસનો ઉકેલ લાવી દેવાની વાત કરી છે.
- જ્યારે પીડિતાના ભાઈનું કહેવું છે,"અમારે પૈસા નહીં પરંતુ ન્યાય જોઈએ છે."
- "અમે ઈચ્છીએ છીએ કે આરોપીઓને ફાંસીએ ચડાવવામાં આવે."
શું છે સમગ્ર ઘટના?

- પોલીસના જણાવ્યા પ્રમાણે, પાંચ આરોપીઓ એ 2013માં એક સગીરા સાથે ગેંગરેપ કર્યો હતો.
- પીડિત પરિવારે ફરિયાદ કરી હોવાથી તે ફરિયાદ પાછી લઈ લેવાનું દબાણ લવાવવા માટે તે જ આરોપીઓ દ્વારા પીડિતા સાથે ફરીથી ગેંગરેપ કરવામાં આવ્યો છે.
- હાલ 21 વર્ષની પીડિતા રોહતકની એમડી યુનિવર્સિટીમાં માસ્ટર્સનો અભ્યાસ કરી રહી છે.
- ગયા સપ્તાહમાં બુધવારે આરોપીઓ યુનિવર્સિટી પહોંચી ગયા હતાં. કોલેજ પાસેથી જ તેનું અપહરણ કરી તેને એકાંત સ્થળે લઈ જઈ, તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું.
- આરોપીઓએ પીડિતાને ત્યાં જ અર્ધ-નગ્ન સ્થિતિમાં તરફડતી છોડી દીધી હતી.
- રસ્તે જતા એક વ્યક્તિએ યુવતીને ફાટેલા કપડાં અને બેભાન અવસ્થામાં જોઈ હતી. તેઓ પીડિતાને હોસ્પિટલ લઈ ગયાં હતાં.
- યુવતીનો પરિવાર ખૂબ ગરીબ છે. તેના પિતા ફર્નિચર બનાવવાનું કામ કરે છે.
- 2013ની ઘટના પછી સતત મળતી ધમકીના કારણે જ પીડિતાનો પરિવાર રોહતક શિફ્ટ થઈ ગયો હતો.
પીડિતાએ કરી આરોપીઓની ઓળખ

- ભાનમાં આવ્યા પછી પોલીસે પીડિતાનું નિવેદન લીધું છે.
- તેમાં પીડિતાએ પાંચ આરોપી અનિલ, જગમોહન, સંદીપ સિંહ, મૌસમ કુમાર અને આકાશની ઓળખ કરી છે.
- આ દરેક આરોપીઓની ઉંમર 25થી 30 વર્ષની વચ્ચેની છે.
- પાંચેય આરોપીઓ પીડિતાની કોલેજના પૂર્વ વિદ્યાર્થીઓ છે .
- પાંચ આરોપીમાંથી 4 નાનો-મોટો વેપાર કરે છે, જ્યારે એક આરોપી બેરોજગાર છે.
- પાંચ આરોપીઓમાંથી બે દલિત સમુદાયના છે, જ્યારે અન્ય ત્રણ ઉચ્ચ જ્ઞાતિના છે.
- સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટરના કહેવા પ્રમાણે, આરોપીઓને શોધવા માટે પોલીસ ટીમને ભિવાની મોકલવામાં આવી છે.
આગળની સ્લાઈડમાં જુઓ ઘટના સંબંધિત વધુ તસવીરો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો