બાબા રામદેવના પગમાં પડ્યા ગડકરી, જુઓ વીડિયો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-કાળાં નાણાંના મુદ્દે ભાજપના પ્રમુખને રામદેવ મળ્યા

બાબા રામદેવને કાળાં નાણાં સામેના આંદોલનમાં ભાજપ ટેકો આપશે. રામદેવ સોમવારે ભાજપના અધ્યક્ષ નીતિન ગડકરીને મળ્યા હતા. ગડકરીએ રામદેવનાં ચરણસ્પર્શ કર્યા અને પક્ષનો ટેકો હોવાની ખાતરી આપી હતી. રામદેવ સાથેની મુલાકાત બાદ ગડકરીએ કહ્યું કે અન્ય પક્ષોએ પણ રામદેવનાં આંદોલનને ટેકો આપવો જોઈએ. રામદેવનાં ચરણસ્પર્શ અંગે પૂછવામાં આવતાં ગડકરીએ કહ્યું કે કોઈપણ સંન્યાસીના આશીર્વાદ લેવા એ સાંસ્કૃતિક પરંપરા છે. ગડકરી અગાઉ પણ અનેક પ્રસંગે પક્ષના નેતા લાલકૃષ્ણ અડવાણી અને સુષ્મા સ્વરાજનાં ચરણસ્પર્શ કરીને આશીર્વાદ લઈ ચૂક્યા છે.

- રામદેવના ટ્રસ્ટને ૪.૯૪ કરોડ રૂપિયા ચૂકવવા નોટિસ

યોગ શિબિર પર લાગુ કરાયેલો સર્વિસ ટેક્સ ન ચૂકવવાના કેસમાં યોગગુરુ બાબા રામદેવના ટ્રસ્ટને નોટિસ મોકલવામાં આવી છે. સર્વિસ ટેક્સ વિભાગે ટ્રસ્ટને ૪.૯૪ કરોડ રૂપિયા જમા કરાવવા કહ્યું છે. સર્વિસ ટેક્સ વિભાગ અંતર્ગત કામ કરતા કેન્દ્રીય ઉત્પાદન કર ગુપ્તચર ડિરેકટોરેટે નોટિસ જારી કરી છે. રામદેવના ટ્રસ્ટના ખાતાની પણ તપાસ કરવામાં આવી છે. દરમિયાન રામદેવના પ્રવકતા એસ.કે. તિજારાવાલાએ કહ્યું છે કે યોગ શિબિરોને વ્યાવસાયિક નફો કમાતી સર્વિસની કેટેગરીમાં ન મૂકી શકાય. અગાઉ આવકવેરા વિભાગે રામદેવના પતંજલિ યોગપીઠને ૫૮ કરોડ રૂપિયાની નોટિસ મોકલી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ પણ રામદેવના ટ્રસ્ટ દ્વારા ફેમાના ભંગની તપાસ કરી રહ્યું છે.

- કેજરીવાલે ફરી રામદેવના દાવાને નકાર્યા

અરવિંદ કેજરીવાલ મંત્રીઓનાં નામ સાથે આરોપ અંગેના તેમના નિવેદન પર મક્કમ છે. સોમવારે તેમણે કહ્યું કે ઉપવાસ કાર્યક્રમ દરમિયાન નેતાઓનાં નામ ન લેવાનો કોઈ જ નિર્ણય લેવાયો ન હતો. તેમણે કહ્યું કે ‘હું જ્યારે બોલી રહ્યો હતો ત્યારે મને એક ચિઢ્ઢી મોકલવામાં આવી હતી. તેમાં લખાયું હતું કે કોઈનું નામ ન લેવું. અગાઉથી આવું કંઈ જ નક્કી થયું ન હતું.’ કેજરીવાલે કહ્યું કે રામદેવનો દ્રષ્ટિકોણ એક દર્શનશાસ્ત્રીનો દ્રષ્ટિકોણ છે. આથી તેઓ પણ સાચા છે અને હું પણ સાચો છું.

- બેઠકમાં ત્રણ મહત્વના નિર્ણય

૧. કેબિનેટના ૧૫ આરોપી મંત્રીઓની ફાઈલ સોનિયાને મોકલાશે.
૨. પાંચમી જુનથી ટીમ અણ્ણા દેશભરનો પ્રવાસ શરૂ કરશે.
૩. ૨૫ જુલાઈથી શરૂ થનારા ઉપવાસમાં બાબા રામદેવને પણ આમંત્રણ અપાશે.
૪. ટીમ અણ્ણા ૯ ઓગસ્ટથી રામદેવના પ્રસ્તાવિત આંદોલનમાં સામેલ થશે.તમારો મત

સંબંધિત સમાચાર તમારા સ્ક્રિનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં પણ વાંચી શકો છો. ઉપરાંત તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.

Related Articles:

'ધંધાદારી' બનશે 'યોગગુરૂ' રામદેવ, રૂ. બે હજાર કરોડનું લક્ષ્યાંક
લોકો ટીવીમાં બાબા રામદેવને જોતા રહ્યા, શાસ્ત્રીમેદાને ન ગયા