તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મસ્તી ભરી રાત અને રંગીન માહોલ વચ્ચે POOLમાં ટકરાયા જામ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આજકાલ દેશભરમાં POOL PARTYનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. હવાયન ડ્રેસ-કોડ, ઠંડુ ઠંડુ પાણી અને હિપ-હોપ મ્યુઝિકની મોજ સાથે આવીજ એક પાર્ટી ચંદીગઢની ગોલ્ડન ટ્યુલિપ હોટલમાં યોજાઈ ગઈ. રંગીન માહોલ વચ્ચે લોકોએ પુલમાં જ જામ ટકરાવ્યા હતા. બોલિવુડ અને ઈન્ટરનેશનલ ટ્રેકની મસ્તીમાં રંગાઈને પાર્ટીમાં ઉપસ્થિત તમામ લોકો મદહોશી બનીને નાચી-ઝૂમી ઉઠ્યા હતા. ડીકે મિક અને કેતનની જોડીએ પણ રંગ જમાવ્યો હતો.

ક્લબ વીઆઈપી લોન્જ બાર દ્વારા ઓયોજીત આ પાર્ટીમાં પુલ સાઈડ ડાન્સ અને ડીજેના કોમ્બિનેશનથી કંઈક અલગ નઝારો જોવા મળતો હતો. શનિવારે વીકએન્ડ પુલ પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. દિલ્હીથી ડીજે આવીને અહીં લોકોને ભરપૂર એન્ટરટેઈન્મેન્ટ પીરસસે. જો તમે આ પાર્ટીમાં જઈ શકો નહીં તો ઠંડા ઠંડા પાણીમાં હોટ કુડીઓના ઠુમકાનો નજારો જરૂર જોઈ લો.

પુલ પાર્ટીની વધુ તસવીરો જોવા સ્લાઈડ આગળ બદલો...

તસવીર: જસવિંદર સિંહ