તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Six Including A BSF Jawan Injured In Fresh Firing And Mortar Shelling By Pak Troops In Jammu, Samba And Kutwa Districts

પાકિસ્તાનની નફ્ફટાઇ હજુ ચાલું, મોર્ટારનો મારો : દીકરીનાં લગ્નનું સપનું રોળાયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરઃ સામ્બા વિસ્તારમાં પાક. દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં ઘાયલ મહિલાને જમ્મુની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી)
નવી દિલ્હી/જમ્મુ : ફરીએકવાર પાકિસ્તાને ભારતીય સરહદ પર ગોળીબાર કરી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. જમ્મુ, સાંબા અને કુટ્વા જિલ્લાઓમાં પાકિસ્તાને મોર્ટારનો મારો ચલાવ્યો હતો જેમાં એક બીએસએફ જવાન સહિત છ લોકોને ઇજાઓ પહોંચી છે. બે મહિલાઓના મોત થયા છે. ભારતે પણ આ બાબતે કડક વલણ અપનાવ્યું છે. આર્મી ચીફ સુહાગના જણાવ્યા મુજ્બ, જ્યાં સુધી પાકિસ્તાન ફાયરિંગ બંધ નહીં કરે ત્યાં સુધી કોઇ ફ્લેગ મિટિંગ કરાશે નહીં. ભારત દ્વારા પણ સામે જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. મંગળવારે આખી રાત સીમા પર ફાયરિંગ ચાલું જ રહ્યું હતું. ભારતની સેના દ્વારા પણ વળતો જવાબ આપવામાં આવ્યો હતો. તંગ સ્થિતિને કારણે સીમાને અડીને આવેલા ગામોમાંથી લોકો મોટાપાયે હિજરત કરી રહ્યા છે. બીએસએફની 63 ચોકીઓને નિશાન બનાવવામાં આવી હતી. આસપાસના 25 કિલોમીટરના વિસ્તારોમાં મોર્ટારનો મારો કર્યો હતો. ભારત-પાકિસ્તાન સરહદ પર પરિસ્થિતિ ઉત્તરોત્તર વણસી રહી છે. પાકિસ્તાને સરહદ ઉપર સૈન્ય વધારી દીધું છે. બીજી તરફ ભારત પણ જવાબી કાર્યવાહી માટે તૈયાર છે.

સંરક્ષણ પ્રધાન અરુણ જેટલીએ તાબડતોડ મંગળવારે લશ્કરના ત્રણેય પાંખોના વડા સાથી બેઠક કરીને પરિસ્થિતિની સમીક્ષા કરી છે. લાતુરમાં ગૃહપ્રધાન રાજનાથસિંહે પણ જણાવ્યું છે કે પાકિસ્તાન ઉશ્કેરણીજનક સીઝફાયરનુ ઉલ્લંઘન બંધ કરે નહીં તો સેના અને દેશના જવાનો તેને જડબાતોડ જવાબ આપશે. પાકિસ્તાનની તરફથી સાત દિવસમાં17 વખત સંઘર્ષ વિરામનો ભંગ થતા પરિસ્થિતિ ઊભી થઇ છે. શાંતિ માટે બન્ને પક્ષોમાં ડીજીએમઓ (ડિરેક્ટર જનરલ સૈન્ય અભિયાન) સ્તરની વાતચીત પણ થઇ. જોકે તે નિષ્ફળ નીવડી હતી.
લગ્નનું સપનું રોળાયું

અરનિયા સેક્ટરના વોર્ડ નંબર 7માં કૃષ્ણલાલ રહે છે. ડિસેમ્બરમાં દીકરીનાં લગ્ન છે. બે દિવસ પહેલાં ઘરનું સમારકામ કરાવ્યું હતું. પાક. તોપમારામાં ઘર વેર-વિખેર થઈ ગયું. રંગરોગાન કરાવ્યું હતું. રૂ. 1 લાખનો ખર્ચ કરી ચૂક્યા છે પરંતુ રવિવારે રાતે પાકિસ્તાને જે ગોળો ફેંક્યો તે ઘરની છત ઉપર આવીને પડ્યો હતો અને ઘર વેરવિખેરાઈ થઈ ગયું. તરેવા ગામના અત્થા સિંહની કથા પણ અલગ નથી. પાલતુ પશુઓ માટે ઘરે આવ્યા હતા પણ મોર્ટારનાં કારણે ઘર પડી ભાંગ્યું .

આગળ વાંચો... ભારતના વળતા હુમલામાં 15 પાકિસ્તાનીઓના મોત નિપજ્યાં...