તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પુત્રીના જન્મથી નારાજ માતાએ ચપ્પાના 16 ઘા જીંકી કરી હત્યા, લાશ ACમાં સંતાડી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જયપુરઃ પુત્રની લાલચમાં પરિવારના લોકોએ હવન કરાવ્યાં, બાધાઓ રાખી. છતાં બીજી પુત્રીનો જન્મ થતાં તણાવમાં આવેલી માતાએ 4 મહીનાની પુત્રીની ધારદાર હથિયારથી હત્યા કરી હતી. માતાએ ચપ્પાના 16 ઘા ઝીંકી દીધા, ત્યારપછી લાશને એસીમાં સંતાડી દીધી હતી. 13 દિવસ બાદ બાળકીની માતા નેહાએ ગુરુવારે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. તેણે રડીને જણાવ્યું કે,‘હાં મેં જ મારી 4 મહિનાની બાળકીની હત્યા કરી હતી. લાશને એસીમાં સંતાડી. મને જેલમાં બંધ કરી દો.' નેહા ઘણી ભણેલી હોવાને કારણે મોબાઈલ પર પુત્ર પ્રાપ્તિ માટેના ઉપાયો અને દવાઓ અંગે સર્ચ કરતી રહેતી હતી. હત્યાની ઘટના અંગે કોઈને જાણ ન થાય તે માટે નેહાએ જ 16 સીસીટીવી કેમેરા 15 મિનિટ માટે બંધ કરી દીધા હતા.
અગાઉ પણ કર્યો હતો હત્યાનો પ્રયાસ
- શુક્રવારે પોલીસ પૂછપરછમાં નેહાએ કબૂલ કર્યું હતું કે હત્યાના સાત દિવસ પહેલા તેણે તકિયા વડે મોઢું દબાવીને બાળકીની હત્યાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કોઈ આવી રહ્યાની ભણકાર થતા તેણે બાળકીને છોડી દીધી હતી.
- બાળકીના શરીરનો રંગ બદલાઈ જતાં તેને ફેમિલી ડોક્ટર પાસે લઈ જવામાં આવી હતી. જ્યાં સાત દિવસ સુધી તેની સારવાર ચાલી હતી. ત્યાર બાદ 25 ઓગસ્ટના રોજ તેને રજા આપી દેવામાં આવી હતી.
- બાળકી ઘરે આવ્યાના આગલા દિવસે એટલે કે 26 ઓગસ્ટની રાત્રે નેહાએ માસુમ પુત્રીના ગળા પર ત્રણ વાર ચપ્પાથી વાર કર્યા હતા.
- ચપ્પા પર લાગેલા લોહીને પણ તેણે બાળકીના ગળા પર જ સાફ કર્યું હતું. જેના કારણે બાળકીના ગળા પર બીજા 13 ઘા પડી ગયા હતા.
- ઘટના બાદ નેહાએ ચાકુ અને પોતાના હાથને પાણીથી ધોયા હતા અને પુત્રીની લાશને એસીમાં સંતાડી દીધી હતી. ત્યાર પછી બેડરૂમમાં આવીને ઊંઘી ગઈ હતી.
આવી રીતે થયો હત્યાનો ખુલાસો

- આ ઘટના રાજસ્થાનના વેપારી મંડળના અધ્યક્ષ બાબુલાલ ગોયલના ઘરે થઈ હતી. આ મામલે પોલીસ પણ હેરાન થઈ ગઈ હતી જ્યારે તપાસનો રેલો બાળકીની માતા સુધી દોરી ગયો.
- પોલીસને સૌપ્રથમ ઘરમાં કામ કરતા નોકર પર શંકા ગઈ હતી અને સૌથી છેલ્લે બાળકીની માતા હત્યામાં સામેલ હોવાની શંકા ગઈ હતી.
- તમામ પુરાવા બાળકીની માતા નેહા વિરુદ્ધ છે. હાઈપ્રોફાઈલ પરિવારથી જોડાયેલા હત્યાના કેસને ઉકેલવામાં પોલીસને 13 દિવસનો સમય લાગ્યો હતો.
- પોલીસે પૂછપરછ, એફએસએલ તપાસ અને સીસીટીવી ફૂટેજ થકી આ કેસની તપાસ હાથ ધરી હતી.
નોકરાણી પાસે જ સુવડાવતી હતી બાળકીને

- નેહાનું પિયર દિલ્હીમાં છે, પિતા વેપારી છે. નેહાના લગ્ન 11 વર્ષ પહેલા રાકેશ સાથે થયા હતા.
- તેના ઘરે 8 વર્ષીય પુત્રી બાદ 4 મહીના અગાઉ બીજી પુત્રીનો જન્મ થયો હતો. આગમન થયું હતું. તે 4 મહિનાની બાળકીને ઘણીવાર નોકરાણી પાસે જ રાખતી હતી.
- નેહા રાતે પણ બાળકીને નોકરાણી પાસે જ સુવડાવતી હતી.
- પોલીસ તપાસમાં સામે આવ્યું કે, નેહાને પ્રથમ પુત્રીના જન્મ થયા બાદ બે વાર મિસ કેરેજ થયું હતું, ત્યારબાદ આ તેમનું ચોથુ સંતાન હતું. આ જ કારણે નેહા તણાવમાં હતી.
- બાળકીના દાદા બાબૂલાલ ગોયલે જણાવ્યું કે, 'ભણેલી પુત્રવધૂનો વર્તાવ બધા સાથે સારો હતો. ઘરમાં કોઈ ખોટ પણ નથી, આ ઉપરાંત અમને બાળકીઓ સાથે કોઈ વાંધો પણ નહોતો. તેમ છતાં નેહાએ આમ શા માટે કર્યું તેનો જવાબ તો તે જ આપી શકે.'
આગળની સ્લાઈડ્સમાં વાંચો, કેવી રીતે નેહા સુધી પહોંચી પોલીસ?

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો