GSTને લગતાં ચાર ખરડાઓ આજે લોકસભામાં રજૂ થાય તેવી શક્યતા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: મોદી સરકાર દ્વારા ગુડ્સ એન્ડ સર્વિસિઝને લાગુ કરવા સંબંધિત ચાર ખરડા સોમવારે સંસદમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. જીએસટી ટેક્સ બિલ 2017, ઈન્ટિગ્રેટેડ જીએસટી (I-GST), યુનિયન ટેરિટરી જીએસટી (UT-GST) તથા વળતરને લગતો કાયદો લોકસભામાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. આ અંગે બુધવારથી ચર્ચા શરૂ થશે. સરકારને આશા છે કે, GST લાગુ થવાથી દેશના કુલ GDPમાં 1-2 ટકાનો વધારો થશે.
 
પહેલી જુલાઈથી GST લુગ કરવા માંગે છે સરકાર 

- કેન્દ્રની મોદી સરકાર અપ્રત્યક્ષ કર પ્રણાલિમાં ક્રાન્તિકારી મનાતા GST ખરડાને પહેલી જુલાઈથી લાગુ કરવાનું મહત્વકાંક્ષી લક્ષ્યાંક ધરાવે છે. 
- નવી કર પ્રણાલિથી ઈન્ડિયન પ્રોડક્ટ્સ માત્ર ડોમેસ્ટિક માર્કેટમાં જ નહીં, પરંતુ ઈન્ટરનેશનલ માર્કેટમાં પણ સ્પર્ધાત્મક બની જશે. 
- કેટલાક અભ્યાસ પ્રમાણે, નવી કર પ્રણાલિથી રોજગારીની લાખો નવી તકો ઊભી થશે અને ઉત્પાદન ક્ષમતા વધશે.
- કેટલાક અભ્યાસના તારણ પ્રમાણે, GST કર પ્રણાલિથી દેશના કુલ ઘરેલું ઉત્પાદન (GDP, ગ્રોસ ડોસેસ્ટિક પ્રોડક્શન)માં એકથી બે ટકાનો વધારો થશે. 
- કેન્દ્રીય નાણાપ્રધાન અરૂણ જેટલીના નેતૃત્વમાં GST કાઉન્સિલની ગત બે બેઠકોમાં સ્ટેટ GST સાથે મળીને ચાર ખરડાંઓને મંજૂરી આપી દેવામાં આવી હતી. 
- ચારેય કાયદાઓને સંસદમાંથી મંજૂરી મળવાની છે. ઉપરાંત સ્ટેટ- GSTને રાજ્યોની વિધાનસભાઓમાં પારિત કરાવવું જરૂરી છે. 
- સંસદીય બાબતોના પ્રધાન અનંત કુમારના કહેવા પ્રમાણે, અમે ચાલુ સત્ર દરમિયાન જ સર્વસહમતિથી જીએસટી બિલને પસાર કરાવી દેવા માંગીએ છીએ. 

હજુ અમૂક અડચણો બાકી 

- જેટલીના કહેવા પ્રમાણે, શુક્રવારે (તા.31મી માર્ચ)ના વધુ એક વખત GST કાઉન્સિલની બેઠક મળશે. જેમાં નિયમોને મંજૂરી આપી દેવામાં આવશે. 
- અલગ-અલગ વસ્તુઓ તથા સેવાઓ પર કેટલો GST વસૂલ કરવો તે નક્કી કરવામાં આવશે. 
- હાલમાં GST માટે 5,12,18 તથા 28 %નું કર માળખું પ્રસ્તાવિત છે. 
 
GST લાગુ થવાથી નાબુત થશે સેસ તથા સરચાર્જ. વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો. 
અન્ય સમાચારો પણ છે...