• Gujarati News
  • Found 750 Crores Asets From Sharda Goup's Leaders Place

શારદા જુથના વડાને ત્યાંથી રૂ. ૭૫૦ કરોડની મિલકત મળી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પ.બંગાળ પોલીસ દ્વારા ચીટફંડ કેસમાં તપાસ

શારદા જુથના ગિરફતાર થયેલા પ્રમોટર સુદીપ સેન અને તેના સહાયકોની રૂપિયા ૭૫૦ કરોડની મિલકતના પુરાવા પોલીસે જપ્ત કર્યા છે.કંપનીના અધિકારીઓ દ્વારા રોકડની હેરફેર માટે ઉપયોગમાં લેવાતી છ મોટરસાઈકલ પણ પોલીસે જપ્ત કરી છે. શારદા જુથની ઓફિસેથી મોટરસાઈકલ્સ જપ્ત કરવામાં આવી છે. નાયબ પોલીસ કમિશનર અનૉબ ઘોષે આપેલી માહિતી મુજબ પશ્ચિમ બંગાળનું સૌથી મોટું નાણાં કૌભાંડ ઝડપાયું છે.

થાપણદારોએ દાખલ કરેલી ફરિયાદના અનુસંધાનમાં ૨૪ પરગણા જિલ્લાની જોયનગર પોલીસે સુદીપ સેન અને તેના વિશ્વાસુ દેવજાની મુખરજીની પણ આ છેતપિંડીના કેસમાં ઊલટતપાસ કરી હતી.કંપની અને સુદીપની મિલકતો વિષે પોલીસ ઊંડાણથી તપાસ કરી રહી છે. નાણાં ક્યાં છુપાવવામાં આવ્યા છે અને તેને કઇ રીતે પરત મેળવી શકાય તે મુદ્દે તપાસમાં પોલીસ ગંભીર છે.

નાણાંની હેરફેરમાં મદદ કરતા કર્મચારીઓ, તે સંબંધી દસ્તાવેજો અને અન્ય દસ્તાવેજોની પોલીસને તલાશ છે. સેનને ગેરકાયદે સુવિધાઓ આપનારા રિઝર્વ બેન્કના ભૂતપૂર્વ અધિકારીની પણ પૂછપરછ કરી હતી.સેનની ઊલટતપાસને પગલે આ પ્રકરણમાં સેબી, આવકવેરા વિભાગ, બેન્કસ અને રાજ્ય તેમ જ કેન્દ્ર સરકારના કેટલાક અધિકારીઓના નામ સામે આવ્યા છે.