પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે તમામ ભેટ પાછી આપવી પડશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- રાષ્ટ્રપતિ સચિવાલયે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને પત્ર મોકલ્યોભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા દેવીસિંહ પાટિલ વિવાદોમાં ઘેરાતા જાય છે. માહિતી અધિકાર ધારા(આરટીઆઈ) હેઠળ જાણવા મળ્યું છે કે પ્રતિભા પાટિલ પોતાના કાર્યકાળ દરમિયાન મળેલી ભેટ-સોગાદો અમરાવતી લઈ ગયા હતા.રાષ્ટ્રપતિ સચિવાલયે એક પત્ર મોકલીને પ્રતિભા પાટિલને આ બધી જ ભેટ પાછી આપવા જણાવ્યું છે.જોકે પાટિલના પરિવાર દ્વારા કહેવાયું છે કે અત્યાર સુધી આવા નિર્દેશનો કોઈ પત્ર મળ્યો નથી. રાષ્ટ્રપતિ અથવા કોઈ ઉચ્ચ પદાધિકારી તેમને મળતી ભેટસોગાદો સરકારમાં જમા કરાવે છે તેવી પરંપરા છે. મોટાભાગના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિએ આ પરંપરાનું પાલન કર્યું છે.- પારિવારિક ટ્રસ્ટને પોતાની ભેટસોગાદો આપીઆરટીઆઈ કાર્યકર્તા સુભાષ અગ્રવાલે ૧૮ ઓગસ્ટે અરજી કરતાં રાષ્ટ્રપતભિવન હરક્તમાં આવી ગયું હતું, પરંતુ પ્રતિભા પાટિલે પોતાની તમામ ભેટો વિદ્યા ભારતી શૈક્ષણિક મંડળમાં આપી દીધી છે. આ ટ્રસ્ટ પ્રતિભા પાટિલનું પારિવારિક ટ્રસ્ટ છે. અરજીના જવાબમાં રાષ્ટ્રપતિ ભવને જણાવ્યું હતું કે તમામ ભેટો ૧૩ જાન્યુઆરી સુધીમાં પાછી લઈ લેવાશે.- ૧૫૫ ભેટો અને સ્મૃતિની યાદી સોંપવામાં આવીરાષ્ટ્રપતિ સચિવાલયે તેમને ૧૫૫ ભેટો અને સ્મૃતિઓ પાછી આપવા જણાવ્યું છે. આરોપ છે કે વિદ્યા ભારતી ટ્રસ્ટને આ વસ્તુઓનું હસ્તાંતરણ કરવામાં યોગ્ય પ્રક્રિયાનું પાલન નથી કરાયું.- કલામે DRDOમાં ડિસ્પલે કરાવ્યા હતામાજી રાષ્ટ્રપતિ કલામે પણ ભેટસોગાદો રાષ્ટ્રપતિ ભવનની બહાર કાઢી હતી પરંતુ તેમણે આ ભેટો ડીઆરડીઓમાં પ્રદર્શન માટે મૂકી હતી.