તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બુધવારે બીજેપીમાં સામેલ થશે મનમોહન સરકારમાં વિદેશી મંત્રી રહેલા કૃષ્ણા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હી. પૂર્વ વિદેશ મંત્રી અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એસ એમ કૃષ્ણા બુધવારે બીજેપીમાં સામેલ થયા. બીજેપી પ્રમુખ અમિત શાહે તેમને ભગવો ખેસ પહેરાવ્યો હતો. કૃષ્ણાએ આ પ્રસંગે કહ્યું કે, મોદી અને શાહના કામથી હું ખૂબ જ પ્રભાવિત થયો હતો. આ જ કારણે હું બીજેપીમાં જોડાઈ રહ્યો છું. આ પહેલા કોંગ્રેસ છોડતી વખતે તેમણે કહ્યું હતું કે હવે પક્ષને મારી જરૂર નથી.
 
 
અટલજી સાથે મારે સારા સંબંધોઃ કૃષ્ણા
 
એસએમ કૃષ્ણાએ કહ્યું, મારા રાજ્ય તેમજ કેન્દ્રમાં મેં કામ કર્યું છે. રાજનીતિમાં મને ખૂબ સારો અનુભવ છે. બીજેપીમાં મોદી અને અમિત શાહની લીડરશીપમાં ખૂબ સારા કામ થયા છે. તેનાથી હું ખૂબ જ પ્રભાવિત થયો છું. અટલજી સાથે મારે સારા સંબંધો રહ્યા છે. હું જ્યારે સીએમ હતો ત્યારે તેઓ પીએમ હતા. આ પ્રસંગે અમિત શાહે કહ્યું હતું કે, મને આશા છે કે, કૃષ્ણાના આવવાથી રાજ્ય અને કેન્દ્રમાં પક્ષ ખૂબ મજબૂત થશે.
 
લાંબા સમયથી હતા નારાજ
 
લાંબા સમય બાદ કોંગ્રેસ છોડતા પહેલા કૃષ્ણા પર આરોપ લાગ્યા હતા કે તેઓએ જે રીતે વિદેશ મંત્રીપદ પરથી હટાવવામાં આવ્યા હતા તે રીત યોગ્ય નહોતી. તે ઘટનાના કારણે કૃષ્ણા દુઃખી થયા હતા. કૃષ્ણા કોંગ્રેસથી એ વાતથી પણ નારાજ હતા કે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્દારમૈયા સહિત રાજ્યના કોંગ્રેસી નેતાઓએ તેમને નજરઅંદાજ કર્યા.
 
કર્ણાટકમાં કોંગ્રેસને મોટો ફટકો
 
- મળતી માહિતી મુજબ પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીને જોતા એસ એમ કૃષ્ણાનું પાર્ટીમાં જોડાણને ટાળવામાં આવી હતી.
- ઉલ્લેખનીય છે કે, કૃષ્ણાએ 29 જાન્યુઆરીના રોજ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું.
- 84 વર્ષીય એસ એમ કૃષ્ણા લગભગ 46 વર્ષ સુધી કોંગ્રેસમાં રહી ચૂક્યા છે. 
- મહત્વપૂર્ણ છે કે, એસ એમ કૃષ્ણા ચાનો કપ કહેવાતા કર્ણાટકના મણ્ડયા જિલ્લામાંથી આવે છે.
- કૃષ્ણા કોંગ્રેસમાં રાજકીય રીતે ઘણા પ્રભાવશાળી માનવામાં આવતા વોક્કાલિયા સમાજના મહત્વપૂર્ણ નેતાઓ પૈકીના એક રહ્યા છે.
- એસ એમ કૃષ્ણા ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, મનમોહન સિંહ સરકારમાં કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે. કર્ણાટકના મુખ્યમંત્રી ઉપરાંત મહારાષ્ટ્રના રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે. 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો