J&K: અમરનાથ હુમલાના 3 આતંકી ઠાર, એકની જીવતો પકડાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શ્રીનગરઃ સાઉથ કાશ્મીરમાં મંગળવારે સિક્યોરિટી ફોર્સે લશ્કર-એ-તોઈબાના 3 આતંકીઓને ઠાર કર્યાં છે. જેમાંથી 2 પાકિસ્તાની નાગરિક છે. ત્રણેય આતંકીઓ આ વર્ષે જુલાઈમાં અમરનાથ યાત્રા પર થયેલાં હુમલામાં સામેલ હોવાનો આરોપ છે. એન્કાઉન્ટર દરમિયાન એક આતંકી ભાગવામાં સફળ રહ્યો હતો. તો અન્ય એકને પોલીસે પકડી લીધો છે. આતંકી રાશિદ અહમદ અલ્લાઈની પાસેથી ચીની બનાવટની પિસ્તોલ અને જીવતા કારતૂસ જપ્ત થયાં છે. આ વર્ષે ઘાટીમાં 200થી વધુ આતંકીઓ માર્યાં ગયા છે. તો સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઘાટીમાં નેટ સેવા 2G-3G બંધ કરવામાં આવી છે.  આ ઉપરાંત કાઝીગુંડથી બારામુલાની ટ્રેન સર્વિસ પણ સ્થગિત કરી દેવામાં આવી છે.

 

આતંકીઓએ કર્યો હતો આર્મીના કાફલા પર હુમલો

 

- એન્કાઉન્ટર સોમવારે એવાં સમયે શરૂ થયું જ્યારે શ્રીનગરના કાઝીગુંડમાં આતંકીઓએ આર્મીના કાફલા પર ફાયરિંગ કર્યું હતું જેમાં એક જવાન શહીદ થઈ ગયા હતા.

- આતંકીઓની તલાશ માટે સિક્યોરિટી ફોર્સે સમગ્ર વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. આતંકીઓ સાથેનું એન્કાઉન્ટર સાત્ર 2 વાગ્યે પૂર્ણ થયું.

- માર્યાં ગયેલાં ત્રણેય આતંકીઓમાંથી એક યાવર બશીર સ્થાનિક આતંકી હતો. જ્યારે અબુ ફુરકાન અને અબુ માવિયા બંને પાકિસ્તાની હતા. બશીર આ વર્ષે જ ફેબ્રુઆરીમાં લશ્કર-એ-તોઈબામાં જોઈન્ટ થયો હતો. ફુરકાન, અબુ ઇસ્માઈલની મોત પછી કાશ્મીરમાં લશ્કરનો પ્રમુખ બન્યો હતો.

- જણાવી દઈએ કે ઇસ્માઈલે જ 10 જુલાઈનાં રોજ અમરનાથ યાત્રા પર થયેલાં હુમલાની આગેવાની લીધી હતી.

 

આ વર્ષે સેનાએ માર્યાં 200થી વધુ આતંકી

 

- આતંક સુરક્ષિત સ્થળે પરત ફરે તે પહેલાં જ તેને ઠાર મારવાના સુરક્ષા દળનું ઓપરેશન ઓલ આઉટ શિયાળાની રૂતુમાં પણ ચાલુ જ છે.

- IG જુલ્ફિકારે જણાવ્યું કે, “આ વખતે ઓપરેશન ધીમું હોવાને જગ્યાએ તેજ થશે. ગુજરાત ચૂંટણી પૂર્ણ થયાં બાદ CRPFના જવાન કાશ્મીરમાં વધુ જવાનો હશે.”

- સૂત્રોની માનીએ તો CRPFના લગભગ 5000 જવાન ડિસેમ્બરના બીજા સપ્તાહમાં કાશ્મીર પહોંચ્શે.

- આ વર્ષે સિક્યોરિટી ફોર્સની કાર્યવાહીમાં જે 200 આતંકીઓ ઠાર થયાં તેમાં 40 આતંકી ડિસ્ટ્રિક્ટ કમાન્ડર કે તેની ઉપરના લેવલ હતા. જેમાંથી કેટલાંક આતંકીઓ ચાર-પાંચ વર્ષથી એક્ટિવ હતા.

- શ્રીનગરના IG મુનીર ખાને કહ્યું કે, “જે નવાં છોકરાઓ આતંકના માર્ગે ગયા છે, જો તેઓએ કોઈ ગંભીર ગુનો નહીં કર્યો હોય તો તેમને ઘર પરત ફરવાનો પૂરો લાભ આપવામાં આવી રહ્યો છે. આ યુવાનોને કહેવામાં આવ્યું છે કે તેઓએ પોલીસ સ્ટેશન જવાની પણ જરૂર નથી, તેઓ સીધા જ પોતાના ઘરે ચાલ્યાં જાય. આ યુવક અને તેના પરિવારના એકપણ લોકોની કોઈપણ જાતની પૂછપરછ નહીં થાય.” ખાન કહે છે કે માફી એટલે માફી. 

અન્ય સમાચારો પણ છે...