જમ્મુ-કાશ્મીરને બે દિવસ પહેલાં જ ગંભીર જોખમની ચેતવણી આપી હતી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- જમ્મુ-કાશ્મીરને બે દિવસ પહેલાં જ ગંભીર જોખમની ચેતવણી આપી હતી
- 48 કલાકમાં પણ તૈયારી ન થઈ

નવી દિલ્હી/જમ્મુ: જમ્મુ-કાશ્મીરમાં જળપ્રલયની ચેતવણી હવામાન વિભાગે બે દિવસ પહેલાં જ સરકારને આપી હતી. પટિયાલા સ્થિત હવામાન વિભાગે પણ રાજ્ય સરકારને એલર્ટ કરી હતી છતાં પણ સમગ્ર મશીનરી તબાહીને રોકવામાં નિષ્ફળ રહી હતી. દિલ્હી સ્થિત રિજનલ વિભાગના વડા એસ.એસ.સિંહે જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરના સ્થાનિક હવામાન વિભાગને 48 કલાક પહેલાં સ્ટેટ રિલીફ કમિશનર, રાજ્યના આપત્તિ નિયમન, નગર નિગમ, પોલીસ, રેલવે, સ્વાસ્થ્ય વિભાગને ચેતવણી આપી હતી.

‘એલબમ પેજ વોર્નિંગ’ આપી હતી

સૂત્રોના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીર સરકારને ‘એલબમ પેજ વોર્નિંગ’ આપી હતી. આ વોર્નિંગ સૌથી ગંભીર સ્થિતિમાં અપાય છે. તેનો અર્થ એવો છે કે, હવામાન અંગે અનુમાન નથી લગાવાયું પરંતુ પાક્કી માહિતીના આધારે ચેતવણી આપી છે.
આગળ વાંચો, સૈન્યએ તરતો પુલ બનાવી દીધો, શ્રીનગર જેવું દેખાવા લાગ્યું વડોદરા, એનડીઆરએફ જીવનની શોધમાં, દિલ્હીથી ઓફિસરો ની ટીમ જશે, પાકિસ્તાનમાં 254 લોકોનાં મોત