દેહવેપારનું હોટ સ્પોટઃ રૂ. 700માં ડાન્સ અને રૂ. 1,000માં છોકરીની ઓફર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મેટ્રો શહેરોમાં મોલમાં આવેલા પબમાં અંદર ઘુસતા જ સેલ્સમેન જેવા દેખાતા યુવકો તમને ઘેરી લે છે. આ યુવકો મોલની અંદર ચાલતા જુદા જુદા પબના કર્મચારીઓ હોય છે. તેઓ તમને ઓફર કરે છે કે, જો તમે તેમના પબમાં આવો છો તો તમને 700 રૂપિયામાં ચાર ગ્લાસ બિયર મળશે. આટલું જ નહીં પણ પબમાં કોઈપણ યુવતીની સાથે ડાન્સ કરી શકો છો અને તે યુવતી તમને સંપૂર્ણ 'સહયોગ' આપશે. આટલી ઓફરથી પણ તમે ખુશ નથી થતા તો તમારા માટે બીજી ઓફર તૈયાર હોય છે જેમાં બિયર પીધા પછી તમે મનપસંદ છોકરીને તમારી સાથે ગાડીમાં લઈ જઈ શકો છો. આ ઓફર માટે 1,000થી 1,500 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડે છે.

ગુડગાંવના કોઈપણ મોલની અંદર આ પ્રકારની ઓફર સામાન્ય બની ગઈ છે. દિલ્હીની ઓળખ દેશના રેપ કેપિટલ તરીકેની સ્થાપિત થતી જાય છે, ત્યારે હવે ગુડગાંવમાં જે રીતે સ્થિતિ નિર્માણ પામી રહી છે તેને જોતા આગામી સમયમાં તે દિલ્હીને પણ ટક્કર મારે તેવી પૂરી શક્યતા છે. ગુડગાંવમાં મોલ્સની અંદર બેફામ રીતે પબ ખુલ્યા છે અને આ પબ્સમાં શરાબની સાથે-સાથે શબાબનો કારોબાર પણ પૂરજોશમાં ચાલી રહ્યો છે જે બળાત્કાર જેવી ઘટનાઓને પ્રોત્સાહિત કરી રહ્યો છે. મોલની અંદર ખુલેલા પબમાં ગ્રાહકોને છોકરીઓ ઓફર કરવામાં આવી રહી છે. આટલું જ નહીં મોલની બહાર મોંઘીદાટ ગાડીઓની કતાર લાગે છે અને તેમાં બેસીને લોકો ચિક્કાર દારુનું સેવન કરતાં હોય છે. ગત સપ્હાતે ગુડગાંવમાં બે યુવતીઓને ગાડીમાં બળજબરી બેસાડીને તેમની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો. ગેંગરેપ પછી ગુડગાંવના મોલ કલ્ચરની તપાસ કરતા તેમાં જે હકિકત જાણવા મળી તે ચોંકાવનારી રહી છે. પૈસા ફેંકીને શરીર સુખ માણવું સામાન્ય બાબત બની ગઈ છે અને મોલ્સમાં શરૂ થયેલા આ પબ શરાબ-શબાબના અડ્ડા બની ગયા છે.

તસવીરઃ ગુડગાંવના મોલમાં જઈ રહેલી યુવતીઓની છે

મોલ કલ્ચરના ઓથા હેઠળ ફૂલી ફાલી રહેલા ધંધા વીશે વધુ ચોંકાવનારા ખુલાસા વાંચવા તસવીર આગળ સ્લાઈડ કરો..