પ્રીમના 15 જજનો નહીં મળે સમર વેકેશન, ટ્રિપલ તલાક સહિત 3 કેસની સુનાવણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ પ્રથમ વખત સુપ્રીમ કોર્ટના 15 જજોને સમર વેકેશન નહીં મળે. આ દરમિયાન ટ્રિપલ તલાક, મુસ્લિમ પર્સનલ લો અંતર્ગત એકથી વધારે લગ્ન સહિત ત્રણ મહત્વના કેસની સુનાવણી થશે.

પ્રથમ વખત આટલા જજોની રજા રદ
 
'ધ ઈન્ડિયન એક્સપ્રેસ'માં છપાયેલા સમાચાર પ્રમાણે ગરમીની રજા દરિયાન બે જજોની બંચ કેસની સુનાવણી કરતી રહેશે. આવું પ્રથમ વખત થઈ રહ્યું છે જ્યારે ગરમીની રજા દરમિયાન 15 જજ કોઈ કેસની સુનાવણી અને ચુકાદાની તૈયારી કરશે. જસ્ટિસ ખેહરના જણાવ્યા પ્રમાણે, આ સમય દરમિયાન ટ્રિપલ તલાક, એકથી વધારે લગ્ન પર સુનાવણી થશે. સાથે સાથે પાંચ જજની બેંચ વોટ્સએપ અને ફેસબુક યુઝર્સના પ્રાઈવસીના અધિકારો બાબતે સુનાવણી કરશે.
 
જસ્ટિસ ખેહરે એવું પણ કહ્યું કે, 'આ ખૂબ જ મહત્વના ચુકાદા છે. જો અમે આ અંગે અલગ બેંચ બનાવીને સુનાવણી ન કરતા તો અનેક વર્ષો સુધી ચુકાદો ન આવતો. ત્યારે તમે લોકો (વકીલ) અમારા પર આરોપ લગાવતા કે અમે કંઈ ન કર્યું, તેમજ ઘણા કેસ પેન્ડિંગ છે.
 
ખેહરે વધુમાં જણાવ્યું કે, 'અમે નક્કી કર્યુ છે કે એક બેંચ ટ્રિપલ તલાકના બધા કેસની સુનાવણી કરશે, જે 11 મેથી શરૂ થશે. આ તારીખથી કોર્ટમાં રજાઓ હોય છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા અને યુઝર્સની પ્રાઈવસીને લઈને પણ સુનાવણી થશે.'

સીનિયર વકીલોએ શું કહ્યું?
 
એટર્ની જનરલ મુકુલ રોહતગીએ આ અંગે કહ્યું કે, 'મારા મત પ્રમાણે આ ત્રણેય અગત્યના કેસ છે. હું એક જ સમયે ત્રણેય જગ્યાએ હાજર કેવી રીતે રહી શકુ? રજાઓમાં કામ કરવું એ દ્વિપક્ષીય બાબત છે. આવામાં કંઈ નક્કી કરતા પહેલા વકીલો સાથે વાતચીત કરવી જોઈએ.
 
કપિલ સિબ્બલે કહ્યું કે, વેકેશન દરમિયાન જો ત્રણ બેંચ સુનાવણી કરશે તો તેનાથી ભાર ખૂબ વધી જશે. હું એકમાં જઈ શકું, પણ ત્રણેય કેસમાં હાજર રહી ન શકુ. જો અલગ અલગ બેંચમાં સુનાવણી કરવામાં આવશે તો હું વોટ્સએપના કેસમાંથી હટી જઈશ.
 
આ અંગે જસ્ટિસ ખેહરે કહ્યું કે, 'તમે એક જ સમયે તમામ કેસની સુનાવણી માટે ન જઈ શકો. તમારો વારો આવે ત્યારે જ જાવ. છેલ્લા વર્ષોમાં આ નક્કી કેમ ન થયું એ મને ખબર નથી.'
અન્ય સમાચારો પણ છે...