નમામિ દેવી નર્મદે... ઓમકારેશ્વરથી પ્રથમ ક્લિક ભાસ્કર માટે જ...

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નર્મદા નદીની લાંબી મુસાફરીનો આ વળાંક આધ્યાત્મિક ઊર્જાથી ભરેલું અત્યંત જીવંત ક્ષેત્ર છે. એક મનોરમ્ય કિનારે બિરાજમાન ભગવાન શિવ અનાદિકાળથી અસ્ખલિત વહી રહેલાં નર્મદા માતાના પરિવર્તિત રૂપનાં દર્શન કરી રહ્યાં છે. કેરળના કાલડીમાં જન્મેલા આદિ શંકરાચાર્યએ એક દિવસે નર્મદા માતાની સ્તુતિની રચના અહીં આવીને જ કરી હતી. નમામિ દેવી નર્મદે...

‘ડ્રોનાચાર્ય’ને મળો: સુરેન્દ્ર ગ્રોવર 54 વર્ષના છે. તેઓ ભારત ભ્રમણ પર છે. મૂળ તેઓ જયપુરના છે પણ દિલ્હી વસેલા છે. ટ્રાન્સપોર્ટનો વારસાગત વ્યવસાય હતો. પણ તેઓ વાર્તાઓ લખવા લાગ્યા. પછી કેમેરા પકડી લીધો. વર્ષો સુધી દૂરદર્શન માટે દસ્તાવેજી ચિત્રો બનાવ્યાં. દસ વર્ષ પહેલા કરોડરજ્જુમાં ઇજા થઈ. સાજા થયા તો ભારત ભ્રમણ કરવાનું નક્કી કર્યું. દેશની વિરાસત ડ્રોન કેમેરાથી કંડારવાનો વિચાર આવ્યો. જાતે જ એક હેક્સાકોપ્ટર બનાવ્યું. કેન્દ્રીય પ્રવાસન સચિવ ડો. લલિત પવારને ડ્રોન સહિતનો પ્લાન દેખાડ્યો. પવારે તેમનું ઝનૂન જોઇને ડ્રોનાચાર્ય નામ આપ્યું. ગ્રોવરનો પહેલો પડાવ મ.પ્ર.ના ઓમકારેશ્વરમાં છે. હજારો ફ્રેમ મળી અને દરેક અજોડ. પ્રકૃતિ અને સંસ્કૃતિનો અનોખો સંગમ. 400 ફૂટની ઊંચાઈએથી મળેલી પહેલી તસવીર ભાસ્કરને મોકલી આપી.યોગેશ પાંડેનો અહેવાલ