તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેંગલોરમાં બનશે પ્રથમ ગ્રીન અને બ્લાસ્ટ-પ્રૂફ બિલ્ડિંગ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બેંગલોરમાં 2014 સુધી બ્લાસ્ટ, પૂર અને ધરતીકંપમાં પણ અડીખમ રહે તેવી દેશની પ્રથમ બિલ્ડિગંનું નિર્માણ થઈ જશે. આ બિલ્ડિંગ યુનિક આઈટેન્ડિફિકેશ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (યુઆઈડીએઆઈ) મહત્વની માહિતીના સંગ્રહનું કેન્દ્ર બનશે.

બેંગલોર ટેડા સેન્ટર તરીકે ઓળખાતી આ બિલ્ડિંગને સીઆઈએસએફની સુરક્ષા પૂરી પાડવામાં આવનાર છે. ઈઆઈએલના એક વરિષ્ઠ એન્જિનિયરના જણાવ્યા અનુસાર આ ઈમારત સી કેટેગરીના રેટીંગ સાથે બ્લાસ્ટ પ્રૂફ હશે. વિસ્ફોટના સંજોગોમાં ઈમારતમાં સંગ્રહ કરાયેલી ટેડાને કોઈ અસર નહીં થાય. 500 મીમી જાડી દિવાલથી બિલ્ડિંગને જબ્બર મજબૂતી પ્રાપ્ત થશે.

પૂર અને ધરતીકંપની પણ અસર નહીં થાય

ધરતીકંપ અને પૂરની પણ આ બિલ્ડિંગને કોઈ અસર નહીં થાય. બેગલોર ધરતીકંપની સંભાવના ધરાવતા ઝોન-2માં આવે છે પરંતુ ત્યારપછીના ઝોન-3ને ધ્યાનમાં લઈ બાંધકામ કરાનાર હોવાથી ધરતીકંપની પણ કોઈ અસર નહીં થાય. રૂ. 243 કરોડના ખર્ચ સાથે આ બિલ્ડિંગ 30 માર્ચ સુધીમાં તૈયાર થઈ જશે.