• Gujarati News
  • The Firing Took Place In Hyderabads Banjara Hillls AK 47 Recoverd

અરબિંદો ફાર્માના વાઈસ ચેરમેન પર AK-47થી ફાયરિંગ, આબાદ બચાવ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(એકે-47ની ફાઈલ તસવીર. પ્રતિકાત્મક ઉપયોગ)

*હૈદરાબાદના પોશ વિસ્તાર બંજારા હિલ્સમાં ઘટી ઘટના
*સલમાનના બહેનના લગ્ન હતા નજીકમાં
હૈદરાબાદ: હૈદરાબાદમાં અરબિંદો ફાર્માના ફૂલટાઈમ ડાયરેક્ટર તથા વાઈસ ચેરમેન કે. નિત્યાનંદ રેડ્ડી (ઉં.વ.56) ઉપર ફાયરિંગ થયું હતું. જેમાં તેમનો આબાદ બચાવ થયો છે. કેબીઆર પાર્કમાં વોક બાદ સવારે સાતેક કલાકે નિત્યાનંદ રેડ્ડી જ્યારે તેમની સફેદ કલરની ઔડી કારમાં બેસવા જઈ રહ્યાં હતા, ત્યારે તેમની ઉપર ફાયરિંગ થયું હતું.

આ અંગે માહિતી મળતા વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે ધસી ગયા છે. જ્યાં તેમને એકે-47 રાયફલ બિનવારસુ હાલતમાં મળી આવી હતી. પોલીસે રાયફલમાંથી ફાયરિંગ થયું છે કે નહીં, તેની તપાસ હાથ ધરી છે. ફાયરિંગ થયું ત્યારે નિત્યાનંદના ભાઈ પ્રસાદ રેડ્ડી પણ ત્યાં જ હતા અને ભાઈની વ્હારે ધસી ગયા હતા. પ્રત્યક્ષદર્શીઓના કહેવા પ્રમાણે, નિત્યાનંદ રેડ્ડીએ તેમની પિસ્તોલમાંથી વળતું ફાયરિંગ પણ કર્યું હતું.આથી, સલામત રીતે નાસી છૂટવાની ફિરાકમાં હુમલાખોરોથી રાયફલ પડી ગઈ હશે. હૈદરાબાદના પોશ વિસ્તારમાં આ ઘટના ઘટી હોવાથી નાસભાગ મચી જવા પામી હતી. વહીવટી તંત્ર તથા પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે ધસી ગયા છે.
ઉલ્લેખનીય છેકે, સલમાન ખાનની બહેનના લગ્ન પણ હૈદરાબાદના બંજારા હિલ્સ ખાતે આવેલી ફલકનુમા પેલેસ ખાતે હતા. જેમાં મોટી હસ્તીઓ તથા ફિલ્મ કલાકારો હાજર રહ્યાં હતા. આ ઘટનાની પોલીસે તપાસ હાથ ધરી છે. ડોગ સ્ક્વોડ તથા ફોરેન્સિક લેબોરેટ્રીના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે ધસી ગયા છે અને પૂરાવા એકઠા કરવાની કામગીરી હાથ ધરી છે. ઘટનાસ્થળે ડોગ સ્ક્વોડ ધસી ગઈ છે. જે હુમલાખોરોનું પગેરું દાબવામાં મદદ કરશે.
વિખ્યાત છે કેબીઆર પાર્ક

હૈદરાબાદના બંજારા હિલ્સના કેબીઆર પાર્કમાં ફાયરિંગ થયું હતું. અહીં અનેક મોટી કંપનીના માલિકો, ડાયરેક્ટર્સ, મેનેજિંગ ડાયરેક્ટર્સ તથા મેનેજર દરજ્જાના ઉચ્ચ અધિકારીઓ વોક કરવા માટે આવે છે. તે સમયે ફાયરિંગ થતા હૈદરાબાદના ઉચ્ચ વર્ગમાં પણ ફફડાટ ફેલાયો છે.
અરબિંદો ફાર્મા

આ કંપની ભારતની ચોથા નંબરની સૌથી મોટી ડ્રગ નિર્માતા કંપની છે. કે. નિત્યાનંદ રેડ્ડી તેમાં શરૂઆતથી જ જોડાયેલા છે અને સ્થાપક સભ્ય છે. તેઓ કંપનીની રોજબરોજની કામગીરી સંભાળે છે. તેઓ વ્હોલટાઈમ ડાયરેક્ટર તથા વાઈસચેરમેન છે.