તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેંગલુરુઃ યોગી આદિત્યનાથ પર મહિલાએ કરી વાંધાજનક પોસ્ટ, થયો કેસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખનઉઃ વડાપ્રધાન મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીના મિર્ઝામુરાદ બજારમાં બુધવારે સવારે આતંકી સંગઠન આઈએસઆઈએસના નામે ધમકી ભર્યો પત્ર ફેંકવામાં આવ્યો. સાદા કાગળ પર લખવામાં આવેલા પત્રમાં આઈએસઆઈએસ અને પાકિસ્તાન ઝિંદાબાદના નારા લખવામાં આવ્યા હતા. ઉપરાંત આગામી 24 માર્ચે પૂર્વાંચલમાં તબાહી મચાવવાની વાત કરવામાં આવી છે.
 
પોલીસ લાગી તપાસમાં
 
-પત્રના માધ્યમથી યોગી સરકારને તબાહીથી બચાવી શકો તો બચાવી લેવાની ચેલેન્જ કરવામાં આવી છે.
- ધમકી ભર્યો પત્ર મળતાં જ મિર્ઝામુરાદ પોલીસ તપાસમાં લાગી ગઈ છે.
- મામલો વડાપ્રધાનના સંસદીય વિસ્તારનો હોવાથી ગુપ્તચર એજન્સી પણ એલર્ટ થઈ ગઈ છે.
 
અજાણી વ્યક્તિ સામે કેસ દાખલ
 
- આશિષ તિવારી, એસીપી, ગ્રામીણના જણાવ્યા મુજબ પત્રને લઈ અજાણી વ્યક્તિ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. પત્ર જ્યાંથી મળ્યો છે ત્યાંના સ્થાનિક લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.
- આઈએસઆઈએસના બે હજાર લોકો પૂર્વાંચલમાં સક્રિય હોવાનું પત્રમાં જણાવાયું છે.
 
બેંગલુરુમાં યોગી આદિત્યનાથ પર મહિલાએ કરી વાંધાજનક પોસ્ટ, થયો કેસ
 
ફેસબુક પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર વાંધાજનક પોસ્ટ કરવાના આરોપમાં બેંગલુરુ પોલીસે એક મહિલા સામે કેસ દાખલ કર્યો છે. આ પોસ્ટમાં મહિલાએ મુખ્યમંત્રીની ખરાબ છબિ રજૂ કરી હતી. આ મુદ્દે હજુ સુધી મહિલા તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
 
કોણે નોંધાવ્યો કેસ
 
- કર્ણાટકની પ્રભા એન બેલવંગલા સામે કર્ણાટક ભાજપ યુવા મોરચાના દ્વારા રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનમાં આઈટી એક્ટની વિવિધ કલમોના ઉલ્લંઘનનો મામલો નોંધાયો છે.
- વામપંથી સોશિયલ એક્ટિવિસ્ટ પ્રભા એન બેલવંગલાએ તેની ફેસબુક વોલ પર કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી.
- જેમાં યોગી આદિત્યનાથ જેવા દેખાતા એક વ્યકિતને એક મહિલા સાથે વાંધાજનક સ્થિતિમાં જોવા મળી રહ્યા છે.
- આ તસવીરોને લઈ પહેલા પણ સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ છે.
- ઉલ્લેખનીય છે કે આ તસવીરો નકલી હોવાનું સ્પષ્ટ થઈ ચૂક્યું છે.
 
શું કહ્યું એસીપીએ
 
- એડિશનલ કમિશ્નર ઓફ પોલીસ એસ રવિએ કહ્યું કે ભાજપ યુવા મોરચના સભ્યોની ફરિયાદ પર મહિલા સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
-મહિલા પર તેના ફેસબુક પેજ પર યોગી આદિત્યનાથ સાથે સંકળાયેલી વાંધાનજક પોસ્ટ કરવાનો આરોપ છે.
-આ પોસ્ટમાં તેની ખરાબ છબિ રજૂ કરવામાં આવી હતી.
 
સાઈબર પોલીસની લીધી મદદ
 
- બેંગલુરુમાં સાઈબર પોલીસ સ્ટેશનમાં ભારતીય જનતા યુવા મોરચાના નગર અધ્યક્ષ સપ્તગિરી ગૌડા વતી ફરિયાજ નોંધાવવામાં આવી છે. ગૌડાએ કહ્યું કે પહેલા સાઈબર પોલીસે જણાવ્યું કે પોસ્ટ ફેસબુક પરથી ડિલીટ કરી દેવામાં આવી હતી. બાદમાં વરિષ્ઠ અધિકારીઓના હસ્તક્ષેપ બાદ સાઈબર પોલીસે ફરિયાદ નોંધાવી હતી.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, રાષ્ટ્રપતિ ચૂંટણી સુધી સસંદ નહીં છોડે યોગી, પારિકર, મૌર્ય...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો