ઉત્તરાખંડ: પતંજલિ યોગપીઠના કાર્યક્રમમાં અરૂણ જેટલી ઘાયલ, બેભાન થયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હરિદ્વાર: નાણાપ્રધાન અરૂણ જેટલી રવિવારે યોગગુરૂ બાબા રામદેવની પતંજલિ યોગપીઠ પહોંચ્યા હતા. જ્યાં પડી જવાથી તેમને સળિયો વાગ્યો હતો. જેના કારણે તેમને સામાન્ય ઈજા પહોંચી હતી અને તેઓ બેભાન થઈ ગયા હતા. 

યોગપીઠના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પતંજલિ યોગપીઠના નેચરોપેથી સેન્ટર 'નિરામય'ની મુલાકાત લેવા અરૂણ જેટલી રવિવારે હરિદ્વાર પહોંચ્યા હતા. અહીંથી તેઓ હેલિકોપ્ટર માર્ગે દિલ્હી જવા રવાના થયા હતા. ત્યારે તેઓ લપસી ગયા હતા. જેના કારણે તેમને સળિયો વાગ્યો હતો. 

ઈજા થવાથી અરૂણ જેટલી થોડી ક્ષણો માટે બેભાન થઈ ગયા હતા. સ્થળ પર હાજર પતંજલિના વૈદોએ અરૂણ જેટલીની ચકાસણી કરી હતી. તેમને ગ્લુકોસ વગેરે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. બાદમાં જેટલી દિલ્હી જવા રવાના થયા હતા. 

દિલ્હીમાં ભાજપ સંસદીય બોર્ડની બેઠકમાં ભાગ લેવાનો તેમનો પૂર્વ-નિર્ધારિત કાર્યક્રમ હતો. જો કે, હવે તેઓ ભાગ લેશે કે કેમ તે સ્પષ્ટ નથી.
 
અન્ય સમાચારો પણ છે...