તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અક્ષય કુમારે શહીદના ઘરે કર્યો ફોન, પત્નીને કરી 9 લાખ રૂપિયાની મદદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જેસલમેર. એક્ટર અક્ષય કુમારે આસામના ઉલ્ફા ઉગ્રવાદીઓ સાથે થયેલા એન્કાઉન્ટર દરમિયાન શહીદ થયેલા જવાન નરપત સિંહના પરિવારને 9 લાખ રૂપિયાની મદદ કરી છે. શુક્રવારે તેઓએ શહીદના ઘરે ફોન કર્યો અને શહીદની પત્ની સાથે વાત કરીને તેમને સાંત્વના પણ આપી. શહીદના ભાઈ આઈદાન સિંહ તથા ભોમસિંહે આ જાણકારી આપી.
 
19 નવેમ્બરે શહીદ થયા હતા નરપત
 
- નરપત સિંહ 19 નવેમ્બરની સવારે આસામમાં તિનસુકિયાના પેનગિરી એરિયામાં એડમ ડ્યૂટી માટે ગાડીઓ લઈને બટાલિયાન એરિયા જઈ રહ્યા હતા.
- રસ્તામાં ઉગ્રવાદીઓએ હુમલો કર્યો હતો અને જવાનો પર આઈઈડી બ્લાસ્ટ કર્યા. ત્યારબાદ ઉગ્રવાદીઓએ અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું.
- નરપત સિંહે તે વિસ્તારમાંથી પોતાનું વાહન બહાર કાઢ્યું અને જવાબી ફાયરિંગ કર્યું.
- આ દરમિયાન એક ગોળી તેમના ખભા પર વાગી. ઉગ્રવાદીઓએ આરપીજી ફાયર કર્યું જેના ટુકડા તેમના શરીરમાં ઘૂસી ગયા.
- ઉગ્રવાદીઓ ગાઢ ધુમ્મસ અને જંગલનો ફાયદો ઉઠાવીને ત્યાંથી ભાગી ગયા. નરપતને ત્યાં જ પ્રાથમિક સારવાર આપવામાં આવી અને પ્લેન દ્વારા મિલિટ્રી હોસ્પિટલ લાવવામાં આવ્યા. પરંતુ વધુ લોહી વહી જવાના કારણે તેઓ રસ્તામાં જ શહીદ થયા.
 
શહીદની પત્ની સાથે શું થઈ અક્ષય કુમારની વાત?
 
- શુક્રવારે અક્ષય કુમારે શહીદના ભાઈ આઈદાન સિંહને ફોન કર્યો. તેઓએ આઈદાન સિંહ અને શહીદની પત્ની સાથે વાત કરી. વાંચો divyabhaskar.com ને મળેલા અક્ષયના શહીદના પરિવારજનો સાથેની વાતચીતના અંશ...
 
અક્ષય- હેલો, હું બોલીવુડ એક્ટર અક્ષય કુમાર વાત કરી રહ્યો છું.
શહીદની પત્ની – જી
અક્ષય – આપના પતિ શહીદ નરપત સિંહ વિશે મીડિયા દ્વારા જાણકારી મળી. તેઓએ દેશ માટે પોતાનો જીવ આપ્યો છે. હું દુઃખની આ ઘડીમાં આપના પરિવાર સાથે છું.
શહીદની પત્ની – (ડુમો ભરાઈ જતા) જી, તમારો ખૂબ જ આભાર. આ દુઃખદ ઘડીમાં તમે અમારા પરિવારને સહયોગ આપ્યો.
અક્ષય – નહીં જી, એમાં કોઈ આભાર જેવી વાત નથી, આ તો મારી ફરજ છે.
શહીદની પત્ની – જી
અક્ષય – અમે રીલ લાઈફના હીરો છીએ પરંતુ નરપત સિંહજી જેવા શહીદ ખરેખર રીયલ લાઈફના હીરો હોય છે. મારી સંવેદનાઓ આપના પરિવારની સાથે છે. ભવિષ્યમાં પણ આપના પરિવાર સાથે સંપર્કમાં રહેવાનો પ્રયાસ કરીશ.
 
અંતિમ સંસ્કાર દરમિયાન શહીદનો દીકરો બોલ્યો હતો – પાપાને બાળો નહીં, દર્દ થશે
 
- સોમવાર 21 નવેમ્બરના રોજ શહીદના જેસલમેરમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તે સમયે વાતાવરણ ખૂબ જ ભાવુક થઈ ગયું હતું.
- નરપત સિંહના દીકરા ફૂલ સિંહને જ્યારે પિતાના પાર્થિવદેહને અગ્નિદાહ આપવા માટે કહેવામાં આવ્યું તો તે બોલ્યો – પાપાને બાળો નહીં, તેમને દર્દ થશે.
 
દીકરો બોલ્યો, આજે પાપા ઘરે આવી રહ્યો છે શું?
 
- શહીદ નરપત  સિંહના દીકરા ફૂલ સિંહને પોતાના પિતા શહીદ થયા છે તે અંગે માહિતી નહોતી.
- રવિવાર રાત્રે નરપત સિંહના પાર્થિવદેહને જેસલમેરમાં તેમના ઘરે લાવવામાં આવ્યો.
- ઘરે લોકોને આવતા જોઈ ફૂલ સિંહે કાકાને પૂછ્યું - મારા પાપા આજે ઘરે આવી રહ્યા છે?
 
શહીદના પિતા અને કાકા પણ હતા આર્મીમાં
 
- શહીદના વૃદ્ધ પિતા સવાઈ સિંહ અને કાકા તને સિંહ આર્મીથી નિવૃત્ત થયા છે. બીજા એક કાકા દલપત સિંહે 10 ગાર્ડ ભારતીય સેના માટે સેવાઓ આપી હતી.
- શહીદની માતા ઉદય કંવર ગૃહિણી છે. પત્ની ભંવર કંવર ઘરનું કામ કરવા ઉપરાંત બાળકના ભણતરનું ધ્યાન રાખે છે.
- શહીદના 4 બાળકો છે જેમાં 1 દીકરો અને 3 દીકરીઓ છે. દીકરો ફૂલ સિંહ એક ખાનગી શાળામાં ભણે છે.
- નિવૃત્ત હવાલદાર તને સિંહે કહ્યું - દેશ સેવાનો જુસ્સો અમારા લોહીમાં દોડી રહ્યો છે.
 
શહીદ નરપત સિંહના અંતિમ સંસ્કાર સમયની તસવીરો જોવા આગળની સ્લાઈડ્સ ક્લિક કરો...
 
(તસવીરોઃ ચેતન્ય કેવલિયા)
અન્ય સમાચારો પણ છે...