તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફિદેલ કાસ્ત્રો ઈન્દિરાને માનતા મોટી બહેન, 1983માં આવ્યા હતા ભારત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી. ક્યુબાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ અને ક્રાંતિકારી સામ્યવાદી નેતા ફિદેલ કાસ્ત્રોનું 90 વર્ષે અવસાન થયું છે. ક્યુબા પર 50 વર્ષ સુધી એકહથ્થુ શાસન ચલાવનારા કાસ્ત્રો અમેરિકાને કટ્ટર દુશ્મન ગણતા, એટલું જ નહીં અમેરિકા દ્વારા કાસ્ત્રોની હત્યાના 634 વખત પ્રયાસ કર્યો હોવાનું પણ ચર્ચાય છે. કાસ્ત્રોનો ભારત સાથે ખાસ સંબંધ હતો. તેઓ ભારતના વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીને બહેન માનતા હતા.
નેહરુ-ગાંધી પરિવાર સાથે હતો ખાસ સંબંધ
- કાસ્રોને ભારત સાથે માત્ર રાજકીય નહીં પરંતુ વ્યકિતગત રીતે પણ ગાઢ સંભંધ હતો
-નેહરુ-ગાંધી પરિવાર સાથે તેમની નિકટતા તથા ખાસ કરીને ભારતના તત્કાલીન વડાંપ્રધાન ઈન્દિર ગાંધી સાથે ભાઈ-બહેનના સંબંધના કારણે તેમને હંમેશા યાદ કરાશે.
- આ સંબંધને તેમણે 1983માં નવી દિલ્હીમાં યોજાયેલી નોન એલીગેન્ડ સમિટમાં વધારે યાદગાર બનાવ્યા હતા.
1983માં ભારત આવ્યા હતા કાસ્ત્રો
- માર્ચ 1983નો સમય હતો. ભારતમાં સાતમી નોન એલીગેન્ડ સમિટ(NAM)નું નવી દિલ્હીના વિજ્ઞાનભવનમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેના ચેરમેન ક્યુબાના ફિદેલ કાસ્ત્રો હતા.
- બાદમાં તેમણે તેમનું પદ તત્કાલીન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીને સોંપી દીધું હતું. 1979માં હવાનામાં યોજાયેલી સમિટમાં તેમણે કહ્યું હતું કે, મારી બેનને આ હોદ્દો સોંપતા ગર્વ અનુભવું છું.
- જ્યારે તેમણે ઈન્દિરાને આ પદ સોંપ્યું ત્યારે 140 દેશોના પ્રતિનિધિઓ હાજર હતા. કેમરામેનોએ આ ક્ષણની તસવીરો ખેંચી લીધી. બીજા દિવસે સમગ્ર વિશ્વએ આ ફોટા જોયા. જેને જોઈને શીતયુદ્ધના પ્રણેતા રશિયા અને અમેરિકાના નાકના ટેરવા ઊંચા થઈ ગયા હતા.
- તે સમયે નટવર સિંહે ધ હિન્દુ અખબારમાં એક આર્ટિકલમાં લખ્યું હતું કે, તેઓ એક મહાન નેતા જ નહીં પરંતુ વિચારક પણ હતા.
નારાજ અરાફતને કાસ્ત્રોએ આ રીતે મનાવ્યા
- નટવર સિંહે એક ઘટનાનો ઉલ્લેખ કરીને લખ્યું હતું, હું દિલ્હી સમિટ વખતે તેમને ઘણીવાર મળ્યો. તેમાં ફિદેલ ઉપરાંત યાસિર અરાફત થયા સામેલ થયા હતા. સેશન શરૂ થવાનું હતું. અરાફતને જોર્ડન ડેલિગેશન બાદ સ્પીચનો મોકો આપવામાં આવ્યો. જેના કારણે અરાફત નાખુશ હતા.
- અરાફતે તેના એરક્રાફ્ટ ક્રૂને દિલ્હી છોડવા માટે તૈયાર રહેવા સુધીની કહી દીધું હતું. મેં આ અંગે ઈન્દિરાને જાણ કરી. ઈન્દિરાજીએ કાસ્ત્રોને વિશ્વાસમાં લીધા. તેઓ થોડી જ વારમાં વિજ્ઞાન ભવન પહોંચી. કાસ્ત્રોને પણ મેં આ અંગે જાણ કરી. તેમણે અરાફતને વિજ્ઞાન ભવનમાં આવવાનું કહ્યું.
- આ એવો સમય હતો જ્યારે મેં ફિદેલને અરાફતને હેન્ડલ કરતાં જોયા હતા. ફિદેલ અને અરાફત વચ્ચે વાતચીત થઈ. કાસ્ત્રોએ અરાફતને પૂછ્યું-શું ઈન્દિરા તમારી દોસ્ત છે? અરાફતે જવાબ આપ્યો-દોસ્ત! તેં મારી મોટી બહેન છે. હું તેના માટે કંઈ પણ કરીશ.
- જે બાદ કાસ્ત્રોએ કહ્યું- તો ઠીક છે. તમારે નાના ભાઈની જેમ વર્તન કરવું જોઈએ.
અન્ય સમાચારો પણ છે...