તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ: ખેડૂતો 16 જૂને દેશના તમામ નેશનલ હાઇવે જામ કરશે, 11થી 15 જૂન ધરણાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: સ્વામીનાથન પંચની ભલામણો લાગુ કરાવવા અને દેવામાફી માટેનું ખેડૂત આંદોલન મધ્યપ્રદેશમાંથી નીકળીને હવે દેશભરમાં ફેલાઇ ગયું છે. 62 ખેડૂત સંગઠનોના ખેડૂત મહાસંઘે રવિવારથી આંદોલનનું એલાન કર્યું છે. ખેડૂતોની માગ સ્વીકારાય તે માટે તેઓ 11 જૂનથી 15 જૂન સુધી દેશભરમાં દેખાવો કરશે. 

ત્યાં સુધીમાં માગણીઓ નહીં સ્વીકારાય તો 16 જૂને દેશના તમામ નેશનલ હાઇવે બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી જામ કરવાની  ખેડૂતોએ ચેતવણી આપી છે. ત્યાર બાદ 19 જૂને ફરી બેઠક યોજીને આગળની રણનીતિ ઘડવામાં આવશે. બીજી તરફ તમિલનાડુમાં ખેડૂતોએ શુક્રવારથી શરૂ થયેલું આંદોલન મુખ્યમંત્રીના આશ્વાસન બાદ હાલ પૂરતું સ્થગિત કરી દીધું. ત્યાં સુધીમાં માગણીઓ નહીં સ્વીકારાય તો 16 જૂને દેશના તમામ નેશનલ હાઇવે બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી જામ કરવાની  ખેડૂતોએ ચેતવણી આપી છે. ત્યાર બાદ 19 જૂને ફરી બેઠક યોજીને આગળની રણનીતિ ઘડવામાં આવશે. બીજી તરફ તમિલનાડુમાં ખેડૂતોએ શુક્રવારથી શરૂ થયેલું આંદોલન મુખ્યમંત્રીના આશ્વાસન બાદ હાલ પૂરતું સ્થગિત કરી દીધું.
 
 
અન્ય સમાચારો પણ છે...