તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતે દીકરીના કર્યા એવા લગ્ન, વરરાજાએ કહ્યું- 7 જન્મ આ જ સાસરુ જોઈએ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાંદા: યુપીના બાંદામાં રહેતા એક સાધારણ ખેડૂતે તેની દીકરીના એવી રીતે લગ્ન કરાવ્યા જે આખી દુનિયામાં મિસાલ આપે તેમ છે. ખેડૂતે તેની દીકરીના લગ્ન પર્યાવરણ અને કુદરતને સમર્પિત કરીને કર્યા છે. જેને હવે 'ગ્રીન મેરેજ' નામ આપવામાં આવ્યું છે. તેમાં જાન પણ બળદ ગાડીમાં આવી હતી અને ભોજન સમારંભ પણ પત્રાળીમાં રાખવામાં આવ્યો હતો. વિદાય પહેલા દુલ્હન અને વરરાજા સાથે વૃક્ષારોપણ પણ કરાવવામાં આવ્યું હતું. વિદાય વખતે વરરાજાએ કહ્યું હતું કે હવે મને સાત જન્મ આ જ સાસરુ જોઈએ છે.
 
જાનૈયાઓને ગોળ-ચણાનો નાસ્તો કરાવ્યો

- ગયા સોમવારે પર્યાવરણ દિવસ હતો ત્યારે મોટા ભાગની સરકારી અને ખાનગી સંગઠનો દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરીને પર્યાવરણને સુરક્ષીત કરવા વિશે ભાષણ આપવામાં આવ્યા હતા. ત્યારે બાંદાના ખૂબ નાનકડા ગંગાપૂર ગામમાં રહેતા ખેડૂત તેજા નિષાદે એક રીતે જ પર્યાવરણની સુરક્ષાનો મેસેજ આપ્યો હતો.
- તેજાની દીકરીના લગ્ન પર્યાવરણના એક દિવસ પછી જ એટલે કે 6 જૂનના રોજ કરવામાં આવ્યા હતા. ખેડૂતની દીકરીના લગ્ન ખૂબ જ જૂની પરંપરા દ્વારા કરવામા આવ્યા હતા.
- બાજુના ગામમાં રહેતા વરરાજા ગણેશ રાત્રે 9 વાગે 11 બળદગાડીમાં તેમની જાન લઈને આવ્યા હતા. આ દ્રશ્યને જોવા આજુ-બાજુના ગામના લોકો પણ ભેગા થયા હતા.
- જાનનું સ્વાગત કર્યા પછી તેમને નાસ્તામાં ગોળ અને ચણા આપવામાં આવ્યા હતા અને ત્યારપછી પત્રાળીમાં સાદુ ભોજન આપવામાં આવ્યું હતું.
- ત્યારપછી જ વરમાળાની વિધિ કરીને સાત ફેરાની વિધિ કરવામાં આવી હતી.
 
દહેજમાં આપ્યા 2 છોડ

- સવારે વિદાય પહેલા પૂજા પાઠ સાથે દુલ્હન અને વરરાજા સાથે વૃક્ષારોપણ કરાવવામાં આવ્યું હતું. તે સાથે સમગ્ર ગ્રામીણો રાસે વૃક્ષારોપણના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા.
- વિદાય સમયે ગામની દરેક વ્યક્તિ લાગણીશીલ થઈ ગઈ હતી ત્યારે છોકરીના પિતા બે છોડવા લઈને આવ્યા હતા અને દીકરીને દહેજમાં આપ્યા હતા.
- તેમણે કહ્યું હતું કે દીકરી સાસરે પૂરા સંસ્કારથી રહેજે. તું પણ વૃક્ષારોપણ કરજે અને ગામના લોકો પાસે પણ કરાવજે.
 
વરરાજાએ કહ્યું સાત જન્મ જોઈએ આ જ સાસરુ

- સરકારી સ્કૂલમાંથી નિવૃત થયેલા પ્રિન્સિપલ ભઈયાલાલના જણાવ્યાપ્રમાણે આજથી 50 વર્ષ પહેલાં આ પ્રમાણે જ લગ્ન થતા હતા.  
- જાન અંદાજે 3 દિવસ દુલ્હનના ઘરે રોકાઈ હતી. તે દરમિયાન તેમને શુદ્ધ અને સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવ્યું હતું.
- દહેજમાં સોના-ચાદીની સાથે સાથે પ્રાકૃતિક વસ્તુઓ અને જાનવર પણ આપવાની પરંપરા હતી. પરંતુ હવે મોર્ડનાઈઝેશનમાં આ પ્રકારની વસ્તુઓ આપવામાં આવતી નથી.
 
આગળની સ્લાઈડમાં જુઓ લગ્નની વધુ તસવીરો
અન્ય સમાચારો પણ છે...