તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આ ખેડૂત બની ગયો શતાબ્દી એક્સપ્રેસનો માલિક, જાણો શું છે ઘટના

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લુધિયાણાઃ આ વાત સાંભળવામાં અજીબ લાગશે, એક કલાકમાં અંદાજિત 80 કિલોમીટર દોડતી સ્વર્ણ શતાબ્દીની ગતિ રોકાઇ શકે છે. કોર્ટે આ ટ્રેનની સાથે લુધિયાણા રેલવે સ્ટેશન માસ્ટરને કુર્કીના આદેશ આપ્યા છે. જેથી લુધિયાણા-ચંદીગઢ રેલવે ટ્રેક માટે એક્વાયર ખેડૂત સંપુર્ણ સિંહની જમીનના અંદાજિત 1 કરોડ, 5 લાખ રૂપિયા બાકીની ચૂકવણી થઇ શકે. કોર્ટના આ આદેશ અનુસાર, હવે ખેડૂત સંપુર્ણ સિંહ સ્વર્ણ શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનના માલિક છે. 
 
સ્ટેશન પહોંચીને સ્ટાફની કરી કાર્યવાહી... 
 
- બુધવારે કોર્ટના સ્ટાફની સાથે ખેડૂતના વકીલે રેલવે સ્ટેશન પર જઇને આદેશને લગતા પેપર્સ ઓફિસર્સને આપ્યા 
- સાંજે જ્યારે અમૃતસરથી દિલ્હી જતી સ્વર્ણ શતાબ્દી અંદાજિત 7 વાગ્યે પ્લેટફોર્મ પર પહોંચી તો કોર્ટ સ્ટાફે અટેચમેન્ટની કાર્યવાહી પુરી કરી 
- એવામાં પ્લેટફોર્મ પર મોજૂદ મુસાફરો ઉત્સુકતાથી એ જાણવાની કોશિશ કરી રહ્યા હતા કે આખરે મામલો શું છે? 
- જ્યારે કોર્ટના સ્ટાફે અરજદાર ખેડૂતના વકીલની હાજરીમાં રેલવેના સેક્શન એન્જીનિયર પ્રદીપ કુમારને ટ્રેનની ડિલિવરી ડેટ આપી 
- જેથી કોર્ટના હુકમના અમલની સાથે જ મુસાફરોની પરેશાની વિશે પણ જાકારી મળે 
- સોંપણી હેઠળ રેલવે સ્ટાફ કોર્ટની માલિકી બની ગયેલી ટ્રેનની જવાબદારી સંભાળશે, જેથી કોર્ટના આગામી હુકમનો પણ અમલ કરી શકાય 
- આગામી કોર્ટના આદેશ સુધી ટ્રેનની સેવાઓ તો યથવાત રહેશે, 18 માર્ચના રોજ કોર્ટ ફરીથી આ કેસની સુનવણી હાથ ધરશે 
 
આ મામલે જ્યારે કોર્ટ દ્વારા બેલિફ રિપોર્ટ મળ્યા બાદ 18 માર્ચના રોજ આગામી આદેશ આપવામાં આવશે. સંપુર્ણ સિંહના વકીલ આરડી ચૌધરી અને રાકેશ ગાંધીના જણાવ્યા અનુસાર, જો તેઓના આસામીને બાકીની રકમની ચૂકવણી નહી થાય તો કોર્ટ પાસેથી જપ્ત કરવામાં આવેલી રેલવે સંપતિની હરાજી કરવાની મોહર લાગશે. 

શું છે મામલોઃ
- લુધિયાણા-ચંદીગઢ રેલવે ટ્રેક માટે સમરાલાની પાસે ગામ કટાણામાં ખેડૂત સંપુર્ણ સિંગની જમીન પણ એક્વાયર કરવામાં આવી હતી 
- જેની કૂલ ચૂકણવી 1 કરોડ 5 લાખ 38 હજાર 231 હજાર 51 પૈસા નક્કી થયા હતા. જેની ચૂકવણી થવા સુધી 18 ટકા વ્યાજ પણ આપવાનું હતું 
- જેની ચૂકણવી લાંબા સમય સુધી ના મળી તો સંપુર્ણ સિંહે લુધિયાણા જિલ્લા કોર્ટમાં એડિશનલ જિલ્લા અને સેશન જજ જસપાલ વર્માની કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો 
- જેના ઉપર કોર્ટે ખેડૂતને બાકીની રકમ ચૂકવવા માટે કોર્ટના બેલિફને રેલવેની સંપત્તિ જપ્ત કરવા માટે મોકલી આપી 
- આ સંપત્તિની યાદી અસીલદારને પોતાના વકીલ દ્વારા આપી હતી, જેમાં સ્વર્ણ શતાબ્દી ટ્રેનની સાથે રેલવે સ્ટેશન માસ્ટરની ઓફિસ પણ સામેલ છે
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો