તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

6 મહિના પહેલા થયા હતા લગ્ન, રાત્રે સૂતા સવારે આવી હાલતમાં મળ્યા પતિ-પત્ની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બલ્લભગઢ(ફરીદાબાદ): બલ્લભગઢના આદર્શ નગરમાં એક પતિ-પત્નીના મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળ્યા છે. બન્નેનાં 6 મહિના પહેલા લગ્ન થયા હતા. મોતનું કારણે કરંટ લાગવાનું જણાવાઈ રહ્યું છે. પાણીથી ભરેલા ટબમાં વીજળીનો તાર પડેલો મળ્યો છે, જેમા પતિએ તેના એક હાથ ઈંટ બાંધીને તેમા નાંખી રાખ્યો હતો, જ્યારે પત્નીએ પતિના પગ પકડી રાખ્યા હતા.
સુસાઈડ કે હત્યા, બન્યો સવાલ...

- મૃતકોની ઓળખાણ 24 વર્ષીય દીપક તથા 22 વર્ષીય કોમલ તરીકે થઈ છે. બન્નેનાં લગ્ન 22 ફેબ્રુઆરી, 2016ના રોજ થયા હતા.
- દીપક એક ખાનગી કંપનીમાં કામે કરતો હતો તો કોમલ એક હોસ્પિટલમાં નર્સ હતી.
- પોલીસને આપેલા નિવેદનમાં દીપકની માતા કમલેશે જણાવ્યું કે, ઘરમાં બધુ સારું ચાલી રહ્યું હતું. રવિવારે રાત્રે બન્ને પતિ-પત્ની સારી રીતે સૂતા હતા.
- સવારે જ્યારે તેની આંખ ખુલી તો દીપક અને કોમલ મૃત હાલતમાં મળ્યા. દીપકે એક હાથ પર ઈંટ બાંધીને પાણીના ટબમાં નાખેલી હતી, પાણીના ટબમાં વીજળીનો તાર પણ પડેલો હતો, જેમાં કરંટ હતો. જ્યારે કોમલે દીપકના પગ પકડી રાખ્યા હતા.
- માનવામાં આવી રહ્યું છે કે, બન્નેનું વીજળીનો કરંટ લાગતા મોત થયું છે. દીપકની માતાનું કહેવું છે કે, બન્નેએ આપઘાત કર્યો છે.
છોકરીના પરિવારજનોએ ગણાવી હત્યા

- આ તરફ છોકરીના પરિવારજનોએ આ મામલાને હત્યા ગણાવી છે. છોકરીના ભાઈ જિતેન્દ્રનો આરોપ છે કે, દીપકની માતા કોમલને દહેજ માટે ત્રાસ આપવામાં આવતો હતો.
- તે કાર માટે ઝઘડો કરતી હતી, જેના કારણે દીપક અને કોમલ તંગ રહેતા હતા.
પોલીસે મૃતદેહને મોકલ્યો પોસ્ટમોર્ટમ માટે

- પોલીસે હાલ મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે. કાર્યવાહી કરવામાં આવી રહી છે.
- કોમલના ભાઈ જિતેન્દ્રની ફરિયાદ પર લઈ લીધી છે. હાલ કેસ દાખલ કરવામાં આવ્યો નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો