તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

MP: આંદોલનમાં મૃત્યુ પામેલા 4 ખેડૂતના પરિવાર મળ્યા શિવરાજ, કહ્યુ- તોડી દો ઉપવાસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભોપાલ: મધ્ય પ્રદેશમાં શાંતિ ફેલાવા માટે મુખ્યમંત્રી શિવરાજ સિંહ દ્વારા શરૂ કરવામાં આવેલા ઉપવાસનો દોઢ દિવસમાં અંત આવ્યો છે. 27 કલાક પછી શિવરાજ સિંહે તેમના ઉપવાસ પૂરા કર્યા છે.પૂર્વ મંત્રી કૈલાશ જોશીએ તેમને જ્યૂસ પીવડાવીને પારણા કરાવ્યા હતા. જ્યારે  કૈલાશ વિજયવર્ગીયએ સીએમને પીતાંબરા પીઠનો પ્રસાદ ખવડાવ્યો હતો. 
 
 
ખેડૂતના પરિવારોએ ઉપવાસ પૂરા કરવાની કરી હતી અરજી
 
આંદોલન દરમિયાન મંદસૌરમાં થયેલા ગોળીબારમાં મૃત્યુ પામેલા 4 ખેડૂતોના પરિવારજનોએ શિવરાજ સિંહ ચૌહાણ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન શિવરાજ સિંહ પણ ભાવુક થઈ ગયા હતા. પીડિત પરિવારે શિવરાજ સિંહને ઉપવાસ તોડવાની અરજી કરી હતી. પીડિત પરિવારની વાત સાંભળીને શિવરાજ સિંહે કહ્યું હતું કે જ્યાં સુધી રાજ્યમાં શાંતિ નહીં થાય ત્યાં સુધી ઉપવાસ નહીં તોડું. ખેડૂતના પરિવારજનોએ મુખ્યમંત્રીને દોષિતો સામે કડક પગલાં લેવાની પણ ભલામણ કરી હતી. તેમણે કહ્યું હતું કે ગોળી ચલાવવાવાળાઓને સખત સજા મળવી જ જોઈએ.  
 
હું ACમાં બેસનારો CM નથીઃ શિવરાજ
 
ઉપવાસના બીજા દિવસ રવિવારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, હું એર કન્ડીશનમાં રહેનારો સીએમ નથી. રાતભર હું ખેડૂતો અંગે જ વિચારતો રહ્યો. મેં હંમેશા ખેડૂતોની પરેશાનીઓ દૂર કરવાની કોશિશ કરી છે. તે આપણા લોકો છે. તેમની સમસ્યાઓ આપણી પણ છે. ઉત્પાદકતા કેવી રીતે વધારવામાં આવે તે અંગે હું વિચારું છું.
 
CMએ શનિવારે શરૂ કર્યા હતા ઉપવાસ
 
ખેડૂત આંદોલનથી પીડિત મધ્યપ્રદેશને બચાવવા માટે શિવરાજ સિંહે ગાંધીગીરીનો રસ્તો અપનાવ્યો હતો. તેઓ રાજ્યમાં શાંતિ ફેલાય તે માટે અનિશ્ચિત મુદ્ત માટે ઉપવાસ પર બેઠા હતા. જ્યારે બીજી બાજુ આંદોલનકારી ખેડૂતો પણ શિવરાજ સિંહના ઉપવાસના જવાબમાં દશહેરા ગ્રાઉન્ડમાં જ ઉપવાસ પર બેસી ગયા છે. એટલે કે હવે ઉપવાસનો જવાબ ઉપવાસથી આપવામાં આવી રહ્યો છે.
 
CMએ કહ્યું- ખેડૂતો આવે અને મારી સાથે ચર્ચા કરે
 
સીએમએ શનિવારે ઉપવાસ પર બેસતી વખતે કહ્યું હતું કે-  ખેડૂતોની મહેનત બેકાર નહીં જવા દઈએ. ખેડૂતોને યોગ્ય ભાવ મળે તે માટે રૂ. 1,000 કરોડનું ફંડ ફાળવવામાં આવ્યું છે. તેમના ખાતામાં ઈન્ટરનેટ બેન્કિંગ દ્વારા પૈસા જમા કરવામાં આવશે.  હું હંમેશા દુખી ખેડૂતોની સાથે છું. હું તેમની દરેક તકલીફમાં તેમની સાથે છું. આજે મધ્ય પ્રદેશની 40 લાખ એકર જમીન પર સિંચાઈથી ખેતી કરવામાં આવી રહી છે. ખેડૂતની મરજી વગર તેમની જમીન લેવામાં નહીં આવે.  મગદાળ રૂ. 5525 ક્વિન્ટલના ભાવથી ખરીદવામાં આવશે. આંદોલન ત્યારે કરવુ પડે જ્યારે સરકાર વાત ન સાંભળે, કોઈ ચર્ચા ન થાય. પરંતુ અમે ખુલા દિલથી ચર્ચા કરવા તૈયાર છીએ. તો શું કરવા આંદોલન કરવું પડે? ખેડૂતોને ઉશ્કેરવામાં આવ્યા છે.  બાળકોના હાથમાં પથ્થર પકડાવીને પથ્થરમારો કરવા માટે તૈયાર કરવામાં આવ્યા.
 
જ્યોતિરાદિત્ય કરશે સત્યાગ્રહ

આ દરમિયાન કોંગ્રેસ સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ જાહેરાત કરી છે કે તેઓ 14 જૂનથી ભોપાલમાં 72 કલાક માટે સત્યાગ્રહ કરશે. સિંધિયાએ જણાવ્યું છે કે, આ પહેલાં તેઓ 12 જૂને ઈન્દોરમાં અને 13 જૂને મંદસૌરમાં ઘાયલ થયેલા ખેડૂતોના પરિવારજનોને મળશે. 
અન્ય સમાચારો પણ છે...