જજની અદાલતમાં પરિચિતો પ્રેક્ટિસ કરી શકે : સુપ્રીમ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુપ્રીમર્કોટે સીટિંગ જજની અદાલતમાં જજના પરિચિતો દ્વારા કરવામાં આવતી વકીલાત ઉપર પ્રતિબંધ લાદવા અંગે ઇનકાર કરી દીધો છે. સુપ્રીમે જણાવ્યું હતું કે આમ કરવાથી કોડ ઓફ કન્ડક્ટનું ઉલ્લંઘન થતું હોય તો તે અંગેની જવાબદારી બાર કાઉન્સિલ અને સ્ટેટ બારની છે.ચીફ જસ્ટિસ આર. એમ. લોધાની અધ્યક્ષતા હેઠળ બનેલી સમિતિએ એક અરજી અંગે સુનાવણી કરતાં ઉપરોક્ત ઉપાય સૂચવ્યો હતો. અરજીમાં એવી માગણી કરવામાં આવી હતી કે સુપ્રીમકોર્ટ અને હાઇકોર્ટમાં સીટિંગ જજની અદાલતમાં જજના પરિચિતોને વકીલાત કરવા દેવી જોઇએ નહીં. આ અંગે સમિતિએ જણાવ્યું હતું કે આ કામ કોર્ટનું નથી.