તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુપ્રિમ કોર્ટના સિનિયર વકીલ ફલી નરિમને ગુરૂવારે 'લોકપાલ સર્ચ કમિટિ'માં જોડાવાની ના પાડી દીધી છે. તેમણે કેન્દ્ર સરકારને એક પત્ર લખીને કહ્યું છે કે, લોકપાલ ચયન કરવાની જે પ્રક્રિયા છે તે, હાસ્યાસ્પદ અને મૂર્ખામી ભરેલી છે.
કોણ છે ફલી નરિમન?
ફલી સેમ નરિમન ભારતના એક ખ્યાતનામ કાયદા શાસ્ત્રી અને સુપ્રિમ કોર્ટના જાણીતા વકીલ છે. તેઓ ભારતના બાર અસોસિએશનના 1971થી પ્રમુખ છે. નરિમન આંતરરાષ્ટ્રીય કાયદાકીય ઝઘડા પતાવવા માટે પણ જાણીતા છે. તેમણે કેટલાક જાણીતા કેસ માટે દલીલો કરી છે. જેમ કે, ભોપાલ ગેસ દુર્ઘટના કેસમાં નરિમને ડાઉ કેમિકલ્સ તરફથી કેસ લડ્યા હતા. જો કે થોડા સમય પહેલાં તેમણે એ વાતનો સ્વીકાર કર્યો હતો કે, તે તેમની ભૂલ હતી. તેમણે કંપની અને ગેસ દુર્ઘટનાનો ભોગ બનેલા લોકો વચ્ચે કોર્ટ બહાર પતાવટ કરાવવામાં મદદ કરી હતી. આ સિવાય તેઓ ગોલક નાથ કેસ, એસ.પી. ગુપ્તા કેસ , ટી.એમ.ટી. પાઈ ફાઉન્ડેશન કેસ જેવા કેટલાય જાણીતા કેસોમાં દલીલો કરી ચૂક્યા છે. 1972થી 1975 સુધી તેઓ એડિશનલ સોલિસીટર જનરલ પણ રહી ચૂક્યા છે. ફલી નરિમનને 1991માં પદ્મ ભૂષણ અને 2007માં પદ્મ વિભૂષણ પુરસ્કાર ભારત સરકાર દ્રારા આપવામાં આવ્યા હતા.
જ્યાં સુધી લોકપાલના ચયન કમિટિની વાત છે, બિલ પ્રમાણે તેમાં 8 સભ્યો હશે. જેમાંથી ચાર સભ્યો ન્યાયિક પ્રક્રિયા સાથે જોડાયેલા હશે. વડાપ્રધાન વડપણ હેઠળની આ કમિટિમાં લોકસભાના સ્પીકર, લોકસભાના વિપક્ષના નેતા, સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસ અથવા તો તેમના દ્રારા સૂચન કરવામાં આવેલા સુપ્રિમ કોર્ટના જજની નિમૂણંક કરવામાં આવશે. આ સિવાય એક જાણીતા કાયદાશાસ્ત્રીની પણ આ કમિટિમાં હશે, જેમની ભલામણ રાષ્ટ્રપતિ દ્રારા કરવામાં આવશે. આ નિષ્ણાંતની નિમણુંક રાષ્ટ્રપતિ પસંદગી સમિતિની સૂચન-સલાહ લીધા બાદ કરી શકશે.
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.