આ છોકરી છે નકલી IAS ઑફિસર, સ્ટેશન પહોંચી તો પોલીસો પણ થઇ ગયા ઊભા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગ્વાલિયર: એક યુવતી ઑફિસર બનીને મુરૈનાના પોરસા કસ્બામાં સ્કૂલોમાં ઇન્સ્પેક્શન કરતી રહી અને સ્કૂલોના ઑફિસરો તેને સલામ ઠોકતા રહ્યા. પોતાનો સહયોગી બનાવવા માટે તેણે એક યુવકને નોકરી અપાવવાનું આશ્વાસન આપ્યું. જોકે, તેની બાઇક પર બેસીને ઇન્સ્પેક્શન કરવાને કારણે જ તે શંકાના ઘેરાવામાં આવી ગઇ. ફક્કડ અંગ્રેજી બોલતી આ યુવતી સાથે ઑફિસરો પણ વાત કરવાથી સંકોચાઇ ગયા.
 
આ છે મામલો
 
- પોરસા કસ્બામાં એક યુવતી છેલ્લા એક અઠવાડિયાથી સરકારી સ્કૂલોમાં પરીક્ષાઓનું નિરીક્ષણ કરી રહી હતી. જેવી તે પરીક્ષા કેન્દ્ર પર પહોંચતી, પોલીસના માણસો તેને સલામ કરતા અને ઑફિસરો મેડમ-મેડમ કરતા હતા.
- પરીક્ષાકેન્દ્રોમાં તે પોતાની જાતને આસામ કેડરની પ્રોબેશનર IAS ઑફિસર તરીકે ઓળખાવતી હતી અને કહેતી કે મને અહીંયા ભિંડના કલેક્ટરે સ્કૂલોમાં થતી નકલો રોકવા માટે મોકલી છે. આમ કહીને તેણે સ્કૂલના શિક્ષણ અધિકારીઓને પણ ઝાંસામાં લઇ લીધા.
- યુવતી પોરસામાં જ નિધિ રાજાવતના નામથી એક મકાનમાં ભાડે રહેતી હતી અને દરરોજ પરીક્ષાકેન્દ્રનું ઇન્સ્પેક્શન કરવા પહોંચી જતી હતી.
- તેણે તેના પાડોશી યુવક શિવમ તોમરને સરકારી નોકરી અપાવવાનું આશ્વાસન આપ્યું અને તેની બાઇક પર જ ઇન્સ્પેક્શન માટે જવા લાગી.
- તે બાઇક પર સ્કૂલોમાં નિરીક્ષણ માટે આવતી હોવાથી સ્કૂલ સંચાલકોને શંકા થઇ, કારણકે પ્રોબેશનર ઑફિસર હોવા છતાં તે 4-વ્હીલરમાં ક્યારેય જોવા મળી ન હતી.
- કોઇ સ્કૂલ સંચાલકે પોરસાના SDM ને ફરિયાદ કરી, તે તેમણે તહેસીલદાર ભૂપેન્દ્રસિંહને તપાસ કરવા જણાવ્યું.
- સોમવારે નિધિ ગવર્મેન્ટ ગર્લ્સ સ્કૂલમાં ઇન્સ્પેક્શન કરવા માટે પહોંચી તો તહેસીલદાર તેને પોલીસસ્ટેશને લઇ આવ્યા.
- તહેસીલદારને પણ પોતાનો પરિચય પ્રોબેશનર IASના રૂપમાં આપતા નિધિએ પોતાને SDM જણાવી. તહેસીલદાર સમજી ગયા કે છોકરી તેમને બેવકૂફ બનાવી રહી છે.
- જ્યારે પોલીસ અને અધિકારીઓએ તેની પાસે તેનું ઓળખપત્ર (આઇ-ડી કાર્ડ) માંગ્યું તો તેણે ખોવાઇ ગયું છે તેવું બહાનું કર્યું અને અંતે તેની પોલ ખુલી ગઇ.
- યુવતીએ તેનું નામ નિધિ રાજાવત જણાવ્યું. તપાસમાં જાણવા મળ્યું કે તે ભિંડની રહેવાસી છેય Bsc. (Maths) કર્યા પછી UPSC ની પરીક્ષા આપી ચૂકી છે અને પરિણામની રાહ જોઇ રહી છે.
- ફક્કડ અંગ્રેજી બોલતી નિધિ નકલી ઑફિસર નીકળી અને હવે પોલીસ ભિંડમાં તેના ઘરની તપાસ કરી રહી છે.
- પોલીસે નિધિ અને નોકરીની લાલચમાં તેનો સાથ આપી રહેલા શિવમ તોમરની વિરુદ્ધ કેસ દાખલ કરીને તેમની ધરપકડ કરી છે.
- પોલીસ એ જાણવાનો પ્રયાસ પણ કરી રહી છે કે નિધિ રાજાવત પોરસા કેમ આવી અને નિરીક્ષણના નામ પર સ્કૂલો પાસેથી કોઇ પૈસા તો નથી મેળવ્યા.
 
ફોટો: અજય જૈન
 
સ્લાઇડ્સમાં છે નકલી ઑફિસર બનીને ઇન્સ્પેક્શન કરતી નિધિ રાજાવત...
અન્ય સમાચારો પણ છે...