તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પતિના મોત પછી 12માં દિવસે સસરાને મળ્યો પત્ર, સામે આવ્યું પુત્રવધૂનું સત્ય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્દોરઃ કોમ્પયૂટર એન્જિનિયરના મોત બાદ ક્રિયા-ક્રમ વખતે પરિવારજનોને ચોંકવાનારો પુરાવો મળ્યો હતો, જેને કારણે સમગ્ર પરિવારના હોશ ઉડી ગયા હતા. 12મા દિવસે એન્જિનિયર પુત્રના પિતાને તેમની પુત્રવધૂએ લખેલો પત્ર મળ્યો હતો. પોતાના પતિને સંબોધતા લખાયેલા આ પત્રમાં પુત્રવધૂએ પોતાના બોસ સાથેના શારીરિક સંબંધોનો સ્વીકાર કર્યો હતો અને પતિની માફી પણ માગી હતી.
લગ્ન પહેલાથી હતા બોસ સાથે શારીરિક સંબંધો...

- તેજાબી નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા લિબોંદી કોલોનીમાં રહેતા ગગનનું 12 દિવસ પહેલા ખરાબ સ્વાસ્થ્યને કારણે મોત થયું હતું.
- ગગન કોમ્પ્યૂટર એન્જિનિયર હતો અને તેના લગ્ન ભોપાલ નિવાસી એક સોફ્ટવેર એન્જિનિયર સાથે થયા હતા.
- ગગનનું પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું, જોકે તેની રિપોર્ટ આવી નથી.
- ગગનના પિતાને પુત્રવધૂનો એક પત્ર મળી આવ્યો હતો. જેમાં તેણે ગગનને લખ્યું હતું કે, લગ્ન પહેલા જે કંપનીમાં હતી તેના બોસ સાથે મારે શારીરિક સંબંધો હતા અને હું હજીપણ તેમના સંપર્કમાં છું.
- આ વાતની જાણ થતા જ ગગને પત્નીને પિયર મોકલી દીધી હતી અને તેના માતા-પિતાને બધી વાત જણાવી દીધી હતી.
- પત્નીએ બોસ સાથે સંબંધો તોડી નાખવાનો વાયદો કરતા ગગન પત્નીને ઘરે લઈ આવ્યો હતો.
- ગગન પાસે પરત આવ્યા બાદ પણ તેની પત્ની બોસને ભુલી શકી નહોતી અને તેના સંપર્કમાં રહી હતી.
- આ તમામ વાતો તેણે આ પત્રમાં લખેલી હતી. જે વાંચ્યા બાદ મહિલાના સસરાએ પોલીસને પત્ર આપ્યો અને મોતના કારણોની તપાસ કરવા માગ કરી છે.
ગગનને ઝેર અપાયું હોવાની પોલીસને શંકા

- પત્ર મળ્યા બાદ ફ્લેટ પર તપાસ માટે આવેલી પોલીસને જાણ થઈ કે, ગગને મૃત્યુના દિવસે ઉલટીઓ કરી હતી.
- પોલીસને શંકા છે કોઈએ ગગનને ઝેર આપ્યું છે અથવા તેણે જાતે ઝેર પીધું હશે.
- ગગનના પરિવારજનોએ પુત્રવધૂ અને તેના બોસ પર તેની હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે.
- પોલીસ નવેસરથી તપાસ કરી રહી છે. આ ઉપરાંત ગગનની પત્નીના બોસની પણ પૂછપરછ કરી શકે છે.
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીર.....)