રાજ્યસભા સંસદીય દળના નેતાપદેથી શરદ યાદવની છુટ્ટી, JDU બોલી- આ જરૂરી હતું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: નીતિશ કુમારથી નારાજ થઇ ગયેલા પાર્ટીના સિનિયર લીડર શરદ યાદવની રાજ્યસભામાં જેડીયુ સંસદીય દળના નેતાના પદ પરથી હકાલપટ્ટી થઇ ગઇ છે. તેમની જગ્યાએ આરસીપી સિંહને આ જવાબદારી મળી છે. બદલાવને લઇને શનિવારે જેડીયુ સાંસદોએ ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડૂ સાથે મુલાકાત કરી. આ પહેલા જેડીયુ ચીફે કહ્યું હતું કે તેમને જ્યાં જવું હોય ત્યાં જતા રહે, પાર્ટી પોતાનો નિર્ણય કરી ચૂકી છે. બીજી બાજુ, અમિત શાહે નીતિશને નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA)માં સામેલ થવાનું આમંત્રણ આપ્યું. શાહે શુક્રવારે તેમને દિલ્હીમાં પોતાના ઘરે ચા પીવા માટે બોલાવ્યા હતા.
 
અહેમદ પટેલને અભિનંદન આપ્યા હતા
 
- જોકે, જેડીયુ નેતા વશિષ્ઠ નારાયણ સિંહે કહ્યું- “તેમને (શરદ યાદવ) હટાવ્યા નથી, રિપ્લેસ કર્યા છે. તેમની પ્રવર્તમાન પ્રવૃત્તિઓને જોતા આ જરૂરી હતું.”
- શાહના આમંત્રણ પર શરદે કહ્યું- “મારે કોઇ કમેન્ટ નથી કરવી. બીજાઓ વિશે વાત ન કરો. હું પબ્લિક રેલીમાં ફક્ત જનતા સાથે વાત કરવા માટે આવ્યો છું.”
- ગુજરાતની રાજ્યસભા ચૂંટણીમાં જેડીયુના એક MLAએ પાર્ટીનો આદેશ ન માનીને કોંગ્રેસના ઉમેદવાર અહેમદ પટેલને વોટ કર્યો હતો. પછીથી શરદે પટેલને જીતના અભિનંદન આપ્યા. જ્યારે આ ઘટનાક્રમ પછી નીતિશે ગુજરાતના પાર્ટી પ્રભારીને બરતરફ કરી દીધો, જેઓ શરદના અંગત હતા. તે પછી જ શરદ પર કાર્યવાહીની આશંકાઓ વધી ગઇ હતી.
 
અમિત શાહે ટ્વીટ કર્યું
 
- બીજેપી પ્રેસિડેન્ટે શનિવારે ટ્વીટ કર્યું- “કાલે (શુક્રવાર) JDUના નેશનલ પ્રેસિડેન્ટ નીતિશ કુમાર સાથે મારા ઘરે મુલાકાત થઇ. મેં તેમને JDUને NDAમાં સામેલ કરવાનું આમંત્રણ આપ્યું છે. મેં તેમને મારા ઘરે ચા પીવા માટે બોલાવ્યા હતા.”
 
#18 રાજ્યોમાં BJPનો દબદબો
 
- બીજેપી નેતાઓનું માનીએ તો બિહારમાં નીતિશનો સાથ મળ્યા પછી 2019 માટે બીજેપીનો રસ્તો વધુ મજબૂત થઇ ગયો છે. તેમણે 2013માં એનડીએનો 17 વર્ષ જૂનો સાથ છોડ્યો હતો.
- ઉલ્લેખનીય છે કે 13 રાજ્યોમાં બીજેપીની સરકાર છે. 5 રાજ્યોમાં પાર્ટી સરકારની સહયોગી છે. બે રાજ્યો એવા છે જ્યાંની રુલિંગ પાર્ટીઓ સાથે બીજેપીના સંબંધો મૈત્રીપૂર્ણ જોવા મળી રહ્યા છે. પાર્ટી બરાબર એ જ રસ્તા પર છે, જેના પર ક્યારેક કોંગ્રેસ તેની લોકપ્રિયતાના દિવસોમાં હતી. 
અન્ય સમાચારો પણ છે...