નવી દિલ્હી: યુનિર્વસિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી)એ તાજેતરમાં જ દેશની 21 યુનિર્વસિટીનું લીસ્ટ જાહેર કરીને અરજી કરી છે કે વિદ્યાર્થીઓએ તેમાં એડમિશન ન લેવું જોઈએ કારણકે તે સંસ્થાઓની ડિગ્રી ક્યાંય માન્ય ગણાતી નથી. જોકે યુનિર્વસિટીની ગાઈડ લાઈન્સ પર નજર નાખવામાં આવે તો અન્ય પણ એવી ઘણી સંસ્થાઓ છે જે નકલી ડિગ્રી વેચે છે. તેમ છતાં યુજીસીના અધિકારીઓ તેવી સંસ્થા પર કોઈ કાર્યવાહી કરતી નથી. એક્સપર્ટના જણાવ્યાં પ્રમાણે યુજીસીની લાપરવાહી અને અમુક અધિકારીઓની મીલી ભગત હોવાના કારણે આવું થવું શક્ય છે.
સ્ટેટની બહાર ડિગ્રી આપવું ગેરકાયદે
યુજીસીની ગાઈડલાઈન્સ પ્રમાણે કોઈ પણ પ્રાઈવેટ અથવા ડીમ્બ યુનિ. તેમના સ્ટેટની બહાર રેગ્યુલર અથવા ડિસ્ટેંસ મોડમાં ડિગ્રી આપી શકતા નથી. તેમ છતાં ગણી યુનિ. ટેમના સ્ટેટની બહાર પણ ડિગ્રી વેચી રહી છે. આવી યુનિ. માં સિક્કીમ મણિપાલ, નિમ્સ, મહાત્મા ગાંધી, EIILM યુનિ. મેવાડ, એસઆરએમ, જગન્નાથ, સૌમ હિગિનબોટમ, વિનાયક યુનિ વગેરેનો સમાવેશ થયો છે. આ યુનિર્વસિટી તેમના સ્ટેટની બહાર રેગ્યુલર અને ડિસ્ટેંસ મોડમાં ડિગ્રીઓ આપી રહી છે.
યુજીસી અધિકારીઓની મીલીભગત
યુજીસીના પૂર્વ ચેરમેન પ્રોફેસર યશપાલે દૈનિક ભાસ્કર ડોટ કોમ સાથે વાત કરતા કહ્યું છેકે, સુપ્રીમ કોર્ટના નિર્ણયથી સ્પષ્ટ થઈ ગયું છે કે, આ પ્રમાણેની પ્રાઈવેટ યુનિ. બીજા સ્ટેટમાં ડિગ્રી આપી શકતી નથી. પરંતુ અધિકારીઓની મીલીભગતના કારણે બધુ જ ચાલી રહ્યું છે. યશપાલના જણાવ્યાં પ્રમાણે યુજીસીની પોતાની ગાઈડલાઈન્સમાં ટેરિટોરિયલ જ્યુરીડિક્શન અને ઓફ કેમ્પસ ડિગ્રીની માન્યતા ઉપર પણ સ્પષ્ટતા કરી છે.
ઓફ કેમ્પસ સેન્ટર્સ ખોલવાની પણ નથી મંજૂરી
યુજીસીની ગાઈડ લાઈન્સમાં જણાવ્યાં પ્રમાણે કોઈ પણ પ્રાઈવેટ અને ડીમ્ડ યુનિર્વસિટી દેશ અથવા દેશની બહાર ઓફ કેમ્પસ સેન્ટર્સ ખોલી શકે નહિ. યુજીસીના જણાવ્યાં પ્રમાણે રાજ્ય વિધાનસભાની મંજૂરી મેળવ્યા પછી સરેરાશ 206 પ્રાઈવેટ યુનિર્વસિટી જ માત્ર તેમના સ્ટેટમાં ડિગ્રી આપી શકે છે. આ સિવાય ઘણી ડિમ્મડ યુનિર્વસિટી ઠે જેને ડિગ્રી આપવાનો અધિકાર તો છે પરંતુ રાજ્ય બહાર નહિ. તેમ છતાં એમીટી, NIMS, એસઆરએમ જેવી પ્રાઈવેટ યુનિર્વસિટી ઓફ કેમ્પસ ખોલીને પણ ડિગ્રી આપી રહી છે. એમીટી યુનિર્વસિટીની તો વર્ષોથી લખનૌ, પટના અને અમદાવાદ જેવા શહેોરોમાં કેમ્પસ સેન્ટર ચલાવવામાં આવી રહ્યાં છે.
નકલી યુનિર્વસિટીને બંધ કરવી મુશ્કેલ
એક્સપર્ટ અનિલ સદગોપાલે દૈનિક ભાસ્કર ડોટ કોમ સાથે વાત કરતા કહ્યું છે કે, યુજીસી માત્ર નકલી યુનિર્વસિટીનું લીસ્ટ રજૂ કરીને પોતાનું કામ પુરૂ થયું છે તેમ માની લે છે. હકિકત એવી છે કે યુજીસી આવી નકલી ડિગ્રી આપતી યુનિર્વસિટી સામે કોઈ કાર્યવાહી કરી શકતી નથી. આઈપીસીની કલમ 144 અને સીઆપરીસીની કલમ 188ની અંતર્ગત આ પ્રમાણેની નકલી સંસ્થાઓ અને યુનિર્વસિટી સામે કાર્યવાહી કરીને તેને બંધ કરાવી શકાય છે. પરંચુ યુજીસી અધિકારીઓની મીલીભગતથી ગેરકાયદે ડિગ્રી આપવાનો કાર્યક્રમ છેલ્લા કેટલાય વર્ષોથી ચાલી રહ્યો છે.
ડિસ્ટેંસ મોડમાં બીએડ અને ફિઝીયોથેરાપી પણ ખોટુ
દિલ્હી અને દેશના અન્ય ભાગમાં ઘણી પ્રાઈવેટ સંસ્થાન ફિજીયોથેરપી અને બીએડ જેવા કોર્સ પણ ડિસ્ટન્સ મોડથી ચલાવવામાં આવી રહ્યાં છે. કેરિયર કાઉન્સિંલગ પારુલ રાજકમલ શર્માનું કહેવું છે કે, આ કોર્સ ડિસ્ટન્સ મોડમાં ચલાવવા ખોટું છે તેમ છતાં પ્રાઈવેટ યુનિર્વસિટી દ્વારા આ કોર્સ ચલાવવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત ડિસ્ટંન્સ કોર્સમાં આ યુનિર્વસિટીની જગ્યાનો પણ ઉલ્લેખ કરવામાં આવતો નથી. તેથી તે ફર્ક કરવો પણ મુશ્કેલ થઈ જાય કે વિદ્યાર્થીએ રેગ્યુલર કોર્સ કર્યો છે કે ડિસ્ટન્સ કોર્સ કર્યો છે.
યુજીસીએ ન આપી પ્રતિક્રિયા
દૈનિક ભાસ્કર ડોટ કોમે યુજીસીના ચેરમેન વેદ પ્રકાશ,સચિવ જસપાલ સિંહ સંધુ, સંયુક્ત સચિવ મંજુ સિંહ, રેણું ચૌધરી સહિત ઘણાં અધિકારીઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ કોઈએ પણ આ વિશે કોઈ ટીપ્પણી કરી નહતી.