હવે 18 હજારના પગારદારને બોનસ આપવાની તૈયારી, રકમમાં 70 ટકા સુધીનો વધારો કરવાનો વિચાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઇલ તસવીર)
નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદી સરકાર જલ્દી વધુમાં વધુ કર્મચારીઓને બોનસનો ફાયદો આપવાની તૈયારીમાં છે. સરકાર 1965ના બોનસ ધારામાં નજર નાખવાની છે. તેનાથી એ લોકો બોનસ પ્રાપ્ત કરવા માટે લાયક ઠરશે જેનો પગાર દર મહિને 18 હજાર રૂપિયા સુધીનો છે. સાથે જ બોનસની રકમમાં વધારો કરીને 6 હજાર સુધીની કરવામાં આવશે. અત્યાર સુધી જેનો પગાર 10 હજાર રૂપિયા હતો તેને જ બોનસનો લાભ મળતો હતો. તેમજ બોનસની રકમ મહત્તમ 3,500 રૂપિયા હતી.
બોનસ ધારામાં સુધારાના મુદ્દે શ્રમપ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે સોમવારે વેપાર સંગઠનો અને રોજગારદાતાઓ સાથે બેઠક કરી હતી. સરકાર દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, બદલાતી પરિસ્થિતિ અને મોંઘવારીને ધ્યાનમાં રાખીને શ્રમ પ્રધાને બેઠકમાં સામેલ પક્ષોને કહ્યું કે તેઓ બોનસ ધારાની કલમ 2 (13)માં સુધારો કરવા બાબતે વિચાર કરે. સૂત્રોના અનુસાર વેપાર સંગઠનોએ તેમાં કોઇ રુચિ બતાવી ન હતી, છતા પણ સરકાર તેમાં આગળ વધવા માટે તૈયાર છે.
પગાર અને બોનસ ધારામાં આ પહેલા 2007માં સંશોધન કરવામાં આવ્યું હતું અને તેને 2006થી લાગુ કરવામાં આવ્યુ હતું. બોનસ ધારાના અનુસાર જે ફેક્ટરીઓ અથવા અન્ય સંસ્થા કે જે 20 કે તેનાથી વધુ લોકોને રોજગારી આપી શકે છે તેમની પાસેથી દર વર્ષે તેઓ પોતાના કર્મચારીઓને બોનસ આપશે તેવી પેક્ષા રાખવામાં આવે છે. જોકે તેના માટે તેજ કર્મચારી લાયક ઠરશે જે એક મહિનાથી વધુ સમયથી કામ કરતો હોય.