દાદા માટે પ્રિન્સેસે છોડી લક્ઝરી LIFE, ગલી-ગલીમાં ફરી માંગ્યા વોટ્સ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પટિયાલા: પંજાબમાં દસ વર્ષ બાદ કોંગ્રેસના મુખ્યપ્રધાનપદના ઉમેદવાર કેપ્ટન અમરિન્દરસિંહ ફરી એક વખત સત્તાની ધૂરા સંભાળશે. આ બાબતથી કેપ્ટનના પરિવારમાં જો કોઈ વ્યક્તિ સૌથી વધુ ખુશ છે તો તે સહરિન્દર કૌર છે. જેમને અમરિન્દરસિંહના રાજકીય વારસ માનવામાં આવે છે. લક્ઝરી લાઈફ જીવતી સહરે દાદા કેપ્ટનને માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો અને ગલીએ-ગલીએ ફરી હતી. 
 
અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે સહર 

- સહર પેરિસમાં ફેશન ડિઝાઈનિંગનો કોર્ષ કરી રહી છે. ચૂંટણીઓ શરુ થઈ તેના થોડા દિવસો અગાઉ તેણી પટિયાલા પહોંચી અને દાદા માટે ભારે ચૂંટણી પ્રચાર કર્યો. 
- 21 વર્ષીય સહર રાજકારણમાં આવવાની વાતને નકારતી નથી. પરંતુ હાલમા તે અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. 
- દાદા અમરિન્દર સાથે લંબી તથા પટિયાલાની ગલીઓમાં સહર ફરી અને વોટ માંગ્યાં. 
- કેમ્પેઈનિંગ દરમિયાન સહર પરંપરાગત પંજાબી પોશાક પહેરતી. જે તેને પર્સનલ સિલેક્શન કરતાં અલગ છે. 
- પૂર્વ રાજવી પરિવારના હોવા છતાંય સહરને પટિયાલાના લોકો રાજકુમારી કહીને બોલાવે છે. 

બે વર્ષથી રાજકીય વારસો સમજી રહી છે સહર...

- અરિન્દરસિંહના પુત્ર રણઈન્દરસિંહની પુત્રી છે. 
- છેલ્લા બે વર્ષથી કેપ્ટન તેમની પૌત્રી સહરને રાજકારણના દાવપેચ શીખવી રહ્યાં છે. એક વર્ષ પટિયાલામાં રહીને સહરે આ આંટીઘૂંટી શીખી. 
- કોડાઈકેનાલની બોર્ડિંગ સ્કૂલમાં ગ્રેજ્યુએશન કર્યાં બાદ સહરે દિલ્હીના એક ફેશન એક્સપોર્ટ હાઉસમાં ઈન્ટર્નશીપ કરી. 

દસ વર્ષ બાદ પંજાબમાં કોંગ્રેસ 

- 77 બેઠકો સાથે પંજાબમાં કોંગ્રેસનો વિજય થયો છે. 117 વિધાનસભા બેઠકો વાળી પંજાબ વિધાનસભામાં આપ બીજા જ્યારે શિરોમણિ અકાલીદળ-ભાજપ બીજા ક્રમે છે.
- દસ વર્ષ બાદ પંજાબમાં કોંગ્રેસનું સત્તામાં પુનરાગમન થયું છે. 
- અહીં દસ વર્ષથી ભાજપ-શિરોમણિ અકાલી દળની ગઠબંધન સરકાર હતી. 
- કેપ્ટન અમરિન્દર લંબી બેઠક પરથી હારી ગયા, જોકે, પટિયાલા બેઠક પરથી જીતી ગયા.  
 
આગળ જુઓ પટિયાલાના પૂર્વ રાજવી પરિવારની સહરની અન્ય તસવીરો. 
અન્ય સમાચારો પણ છે...