BFની અશ્લીલ ડિમાન્ડ પૂરી ન કરી શકી ગર્લફ્રેન્ડ, ફેસબુક લવનો આવો આવ્યો અંત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધમતરી: નર્સિંગની વિદ્યાર્થીની શિવાની સુસાઈડ કેસમાં વોન્ટેડ તેના બોયફ્રેન્ડની પોલીસે બિલાસપુરના ગંગાનગરમાંથી ધરપકડ કરી લીધી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, તેના વર્તનના કારણે દુખી થઈને શિવાનીએ આત્મહત્યા કરી લીધી છે. બંનેની વચ્ચે ફેસબુકથી ફ્રેન્ડશિપ થઈ હતી અને જે પ્રેમમાં પરિણમી હતી.
અશ્લીલ વીડિયો માંગતો હતો બોયફ્રેન્ડ

- તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપી બોયફ્રેન્ડ સૈમસને શિવાનીને તેનો અશ્લીલ વીડિયો બનાવીને મોકલવાનું કહ્યું હતું.
- શિવાનીએ જ્યારે ના પાડી ત્યારે આરોપી તેને ઈમોશનલ બ્લેકમેલ કરતો હતો અને સુસાઈડ કરી લેવાની ધમકી આપતો હતો.
- શિવાનીએ કોઈ વીડિયો બનાવીને તો મોકલ્યો નહીં પરંતુ તણાવામાં આવીને તેણે પોતાની જાતને ફાંસી લગાવી દીધી હતી.
- ફાંસી પર લટકતા પહેલા શિવાનીએ સૈમસનને છેલ્લો એક મેસેજ કર્યો હતો. પોલીસ તે નંબર ટ્રેસ કરીને આરોપી સુધી પહોંચી હતી.
ફેસબુક પર થઈ હતી ફ્રેન્ડશિપ

- બિલાસપુર પાસે કોટામાં આવેલ સીવી રમન યુનિવર્સિટીમાં બીકોમના સ્ટુડન્ટ સૈમસન અને શિવાનીની મિત્રતા ફેસબુક પર થઈ હતી.
- ઘણાં દિવસો સુધી ચેટિંગ કર્યા પછી તેમણે એક વાર મળવાનું નક્કી કર્યું હતું. અને તેઓ આ વર્ષે જ જૂનમાં રાયપુરના મેગ્નેટો મોલમાં મળ્યા હતા.
- શિવાનીને સૈમસન પર એટલો વિશ્વાસ થઈ ગયો હતો કે તેણે પોતાનું એટીએમ કાર્ડ પણ એને આપી રાખ્યું હતું.
- સૈમસન સામે પોલીસે આઈપીસી કલમ 306 (આત્મહત્યા કરવા માટે પ્રેરણા આપવી) અને કલમ 509 ( કોઈ મહિલાનું અપમાન કરવું) લગાવવામાં આવી છે.
આ છે સમગ્ર ઘટના

- ધમતરીના ડીસીએચ નર્સિંગ કોલેજમાં બીએસસી થર્ડ યરની વિદ્યાર્થીની શિવાનીએ 27 ઓગસ્ટના રોજ હોસ્ટેલમાં જ ફાંસી લગાવી લીધી હતી.
- પોલીસે જ્યારે તેના ફોનની તપાસ કરી ત્યારે તેણે છેલ્લો મેસેજ એક છોકરાને મોકલ્યો હતો.
- મેસેજમાં લખ્યું હતું કે, મે ફાંસીનો ફંદો લગાવી લીધો છે અને ખુરશી પર ઊભા રહીને મેસેજ કરી રહી છું. ખબર નહીં તુ કેમ મારી સાથે વાત નથી કરતો. હવે હું મરી રહી છું.
- ત્યારે જ પોલીસને લીંક મળી ગઈ હતી કે આ સમગ્ર ઘટના પ્રેમ પ્રસંગની છે.
- જોકે શિવાનીના માતા-પિતાનું માનવું છે કે કોલેજ સ્ટાફ દ્વારા કરવામાં આવતા ખરાબ વર્તનના કારણે શિવાનીએ આત્મહત્યા કરી છે.
આગળની સ્લાઈડમાં જુઓ ઘટના સંબંધિત અન્ય તસવીરો
અન્ય સમાચારો પણ છે...