મુંબઇ: પોલીસ સબ ઇન્સપેક્ટર અને એનકાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ દયા નાયકને મહારાષ્ટ્ર પોલીસે ફરી એકવાર સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની જાણકારી સરકારી અધિકારીએ આપી હતી. પરંતુ આ મામલે દયા નાયકે કોઇ જાણકારી આપી નથી. નાયક પર કયા કારણોસર કાર્યવાહી કરવામાં આવી છે તેની કોઇ માહિતી આપવામાં આવી નથી. નાયકને જૂન 2012માં સેવામાં બહાલ કરી તેમને નાગપુર ટ્રાંસફર કરી દેવામાં આવ્યા હતા. જોકે તેમણે કાર્યભાળ સંભાળ્યો નહોતો.
1995 બેચના પોલીસ અધિકારીની 2006માં આવક કરતા વધુ સંપત્તિના કેસમાં એસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેઓ ત્યારબાદ 6.5 વર્ષ સસ્પેન્ડ રહ્યાં. 2010માં સુપ્રીમે તેમની સામે મકોકા હેઠળ લાગેલા તમામ આરોપોને રદ કર્યા હતા.