તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

J&K: પુંછમાં 28 કલાકથી એન્કાઉન્ટર ચાલુ, વધુ એક આતંકી ઠાર કરાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પુંછ: જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં અલ્લાહપીર વિસ્તારમાં આવેલા મિનિ સચિવાલયમાં આજે સવારથી ફરી અથડામણ શરૂ થઈ ગઈ છે. સોમવારે સવારે સિક્યુરિટી ફોર્સ અને બિલ્ડિંગમાં છૂપાયેલા આતંકવાદીઓ વચ્ચે ફાયરિંગ શરૂ થયું છે. આ દરમિયાન વધુ એક આતંકવાદીને મારવામાં આવ્યો હોવાની વાત જાણવા મળી છે. રવિવારે પણ અહીં ચાર આતંકવાદીઓને મારવામાં આવ્યા હતા અને એક પોલીસ જવાની શહીદ થયા હતા. જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા 28 કલાકથી ફાયરિંગ ચાલુ છે.
- પોલીસ અને આતંકવાદીઓ વચ્ચે રવિવારે સવારે 7.30થી એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.
- રવિવારે સવારે પોલીસ અને સિક્યુરિટી ફોર્સને ખબર પડી હતી કે અલ્લાહપીર વિસ્તારમાં અમુક આતંકીઓ ઘૂસ્યા છે.
- આતંકવાદીઓ એક ઘર અને મિનિ સચિવાલયની અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં ઘુસી ગયા હતા. આ બિલ્ડિંગ આર્મીના બ્રિગેડ હેડક્વાર્ટર પાસે છે.
- ત્યારપછીથી આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.
- રાજૌરી- પુંછ રેન્જમાં ડીઆઈજી જોની વિલિયમ્સે જણાવ્યું કે, આતંકવાદી જે ઘરમાં છુપાયા છે તે નઝીર અહેમદ મીર નામના વ્યક્તિનું ઘર છે.
- રવિવારે પુંછની સાથે સાથે હંદવાડાના નૌગામ સેક્ટરમાં પણ આતંકવાદી ઘુસ્યા હતા અને ત્યાં પણ સિક્યુરિટી ફોર્સ અને આતંકવાદીઓ વચ્ચે ફાયરિંગ કર્યું હતું.
- નૌગામ સેક્ટરમાં પણ 3 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા.
બંધક બનાવવામાં આવેલા દંપત્તિ સુરક્ષિત

- ન્યૂઝ એજન્સી દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે સોમવારે શરૂ થયેલા ફાયરિંગમાં એક આતંકવાદીને ઠાર કરી દેવામાં આવ્યો છે.
- રક્ષા મંત્રાલયના જણાવ્યા પ્રમાણે એક આતંકી પુંછના મિનિ સચિવાલયમાં છૂપાયેલો છે અને બીજો ત્યાંનો સ્થાનિક નાગરિક નાઝિર હુસૈનના ઘરમાં છૂપાયેલો છે.
- હજુ સ્પષ્ટ નથી થયું કે તેમાંથી કયા આતંકીને મારવામાં આવ્યો છે.
- ઘરમાં બંધક બનાવવામાં આવેલા દંપત્તિને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.
- એન્કાઉન્ટરમાં પોલીસ કોન્સ્ટેબલ સંદીપ કુમાર શહીદ થયા છે.
આગળની સ્લાઈડમાં જુઓ એન્કાઉન્ટર દરમિયાનની તસવીરો

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો