તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Laxman Was Admitted To ICU Of The Hospital For Urinary Infection On Saturday

કોમનમેનના પ્રશ્નોને વાચા આપનારા કાર્ટૂનિસ્ટ આર.કે. લક્ષ્મણની તબિયત નાજુક

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(કાર્ટૂનિસ્ટ આર. કે. લક્ષ્મણની ફાઈલ તસવીર)
પૂના. પ્રતિષ્ઠિત કાર્ટૂનિસ્ટ આર. કે. લક્ષ્મણને મલ્ટી ઓર્ગન ફેલ્યરના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં તેમની તબિયત વધુ નાજુક થતા તબીબોએ લક્ષ્મણને વેન્ટિલેટર પર રાખ્યા છે. દિનાનાથ મંગેશકાર હોસ્પિટલના ડૉ. સમીર જોએ જણાવ્યું હતું કે, લક્ષ્મણની તબિયત નાજુક પરિસ્થિતિમાં છે.
૯૪ વર્ષીય આર. કે. લક્ષ્મણને શનિવારે યુરીનમાં ઈન્ફેકશ્નની ફરિયાદને ધ્યાને લઈ હોસ્પિટલની ઈન્ટેસીવ કેર યુનિટ (આઈસીયુ)માં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેમનું ડાયાલિસિસ કરવામાં આવ્યું હતું. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ, લક્ષ્મણના મલ્ટી ઓર્ગન ફેલ્યર થતા તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. આ અગાઉ રેનલ બિનકાર્યક્ષમતા અને ફેફસામાં ચેપથી પીડિત હતા. વર્ષ ૨૦૧૦માં લક્ષ્મણને હાર્ટ એટેક પણ આપ્યો હતો.
સામાન્ય માણસ (કોમન મેન)ના પ્રતિક સમા પાત્રની રચના કરી તે પાત્ર દ્વારા સમાજની સાચી બાજુ માર્મિક કટાક્ષ સાથે રજૂ કરવાની લક્ષ્મણની શૈલી અદ્વિતિય છે. લક્ષ્મણે પાંચ દાયકા સુધી પોતાના રાજકિય કટાક્ષવાળા કાર્ટૂનોથી તમામ રાજકિય નેતાઓને નિશાના પર લીધા હતા. પરંતુ સમય જતા તેમણે રાજકિય કાર્ટૂન્સની જગ્યાએ માત્ર કોમન મેનના કાર્ટૂન્સ દોરવાનું જ ચાલુ રાખ્યું હતું.