અમિત શાહના આગમનથી ચૂંટણીચિત્ર ઉપર શું અસર થશે ?

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- અમિત શાહના આગમનથી ચૂંટણીચિત્ર ઉપર શું અસર થશે ?ગત બે વિધાનસભાની ચૂંટણીઓમાં તેઓ ભાજપના વિજયના પડદા પાછળના શિલ્પી રહ્યા છે. તેઓ ભાજપમાં ચાણકય તરીકે પણ ઓળખાય છે.આવી સ્થિતિમાં જો તેમને ચૂંટણીની જવાબદારી સોંપાય તો તેઓ કોંગ્રેસ માટે મુશ્કેલીના સર્જક સાબિત થવા માટે સક્ષમ મનાય છે.- અમિત શાહ ચૂંટણી લડી શકશે?અમિત શાહ સામે સોહરાબ કેસમાં આરોપ છે.જે હજુ તો પુરવાર થયો નથી એટલે ચૂંટણીના નિયમ મુજબ તેઓ ચૂંટણી પણ લડી શકશે.હવે ભાજપ તેમને ટિકિટ આપે છે કે કેમ તે તો આવનારા દિવસોમાં જાણી શકાશે.- ટિકિટ વહેંચણીમાં તેમની શું ભૂમિક હશે ?ભાજપમાં તેમનું રાજકીય વજન એટલું હતું કે જે નામ ઉપર તેઓ આંગળી મૂકે તેને ટિકિટ માટે નકારવાની હિંમત મોદી સિવાય કોઈનામાં નથી. મોદી તેમના ગુજરાત આગમનને કેટલું મહત્વ આપે છે તેના આધારે તેઓ ચૂંટણીમાં પોતાના સમર્થકોને કેટલી ટિકિટ અપાવી શકે તે જોવાનું રહે છે.- તુલસી કેસ પણ રાજ્યની બહાર જશે? સોહરાબુદ્દીન અને તુલસી એક બીજા સાથે સંકળાયેલા હોવાનો દાવો સીબીઆઈએ કર્યો છે. તેથી સોહરાબુદ્દીન કેસ ગુજરાત બહાર જવાની સાથે જ તુલસી કેસ પણ ગુજરાત બહાર જાય તેની સંભાવના અત્યંત મજબૂત છે.- અમિત શાહની તુલસી કેસમાં ધરપકડ થશે?સીબીઆઈએ તુલસી પ્રજાપતિ કેસમાં રજુ કરેલી ચાર્જશીટમાં અમિત શાહ મુખ્ય આરોપી છે. સીબીઆઈ કોર્ટમાં ચાર્જશીટ દાખલ થતાંની સાથે જ સીબીઆઈ જો પ્રોસેસ માટેની અરજી આપે તો અમિત શાહની બીજીવાર ધરપકડ કરી સીબીઆઈ જેલ હવાલે કરશે.- અન્ય આરોપીઓને પણ જામીન મળશે?અમિત શાહ સોહરાબુદ્દીન કેસમાં સાક્ષીઓને ધમકી ન આપે કે પુરાવા સાથે ચેડાં ન થાય તે માટે સુપ્રીમે તેમને ગુજરાત બહાર રાખ્યા હતા. તેથી તેમના ગુજરાત બહાર જવાના ચુકાદાથી અન્ય આરોપીઓની જામીન પ્રક્રિયા પર કોઈ ખાસ અસર નહીં થાય.- સોહરાબ કેસ મુંબઈ જતાં આરોપીઓનું શું?બેસ્ટ બેકરી કેસ ગુજરાત બહાર જતાં આરોપીઓને પણ મુંબઈની આર્થર રોડ જેલમાં ખસેડાયા હતા. તેથી હવે સોહરાબ કેસ ગુજરાત બહાર જતાં જેલમાં રહેલા ૧૨ આરોપીઓને પણ મુંબઈ જેલમાં ખસેડાશે.આરોપીઓને દર ૧૪ દિવસે અદાલત સમક્ષ હાજર કરવાના હોય છે તેથી તેમને મુંબઈની જેલમાં રાખવા વધુ અનુકૂળ છે.