સંકટમાં રહેલી યુપીએ સરકાર કનિમોઝીનું સંકટ વધારશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઈડી દ્વારા મજબુત ચાર્જશીટની કવાયત
આવતા મહિનાની શરૂઆતમાં થશે દાખલ

ડીએમકેએ કેન્દ્રની યુપીએ સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લીધો છે. આને કારણે કેન્દ્રની યુપીએ સરકાર પર જોખમ વધી શકે છે. બીજી બાજુ, ડીએમકે સુપ્રીમ કરૂણાનિધિની પુત્રી કનિમોઝીની સમસ્યા વધી શકે છે. ઈડીદ્વારા તેમની સામેની કાર્યવાહીમાં ગતિ લાવવામાં આવે તેવા અહેવાલ છે.

ધ ઈન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલ અહેવાલ પ્રમાણે 2જી સ્પેક્ટ્રમ ફાળવણી કૌભાંડમાં કનિમોઝી મુખ્ય આરોપી છે. ઈડી દ્વારા તેમની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવે તેવી શક્યતા છે. ઈડી દ્વારા પ્રિવેન્સન ઓફ મની લોન્ડ્રીંગ એક્ટ હેઠળ કનિમોઝીની સામે ચાર્જશીટ કરવામાં આવશે.

અખબારે દાવો કર્યો છેકે, કનિમોઝી અને એ. રાજાની સામે આવતા મહિનાના શરૂઆતમાં ચાર્જશીટ દાખલ થઈ શકે છે. ચાર્જશીટમાં અત્યંત કડક કલમો મુકવામાં આવશે અને 'ગુનામાંથી ઉપજેલી સંપત્તિ'ને ટાંચમાં લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ કલમો હેઠળ સાત વર્ષની સખત સજાની પણ જોગવાઈ છે.

ઉલ્લેખનીય છે કે, કનિમોઝી અગાઉ વર્ષ 2011માં 190 દિવસ માટે જૈલમાં રહી ચૂક્યા છે. સીબીઆઈએ આરોપ મુકેલો કે કલિંગર ટીવીએ સ્વાન ટેલિકોમ પાસેથી રૂ. 209 કરોડનો અયોગ્ય લાભ લીધો હતો. આ ફાળવણીમાં તત્કાલીન ટેલિકોમ પ્રધાન એ. રાજાએ સ્પેક્ટ્રમની ફાળવણી કરેલી.