તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝાકિર સામે EDની કાર્યવાહી, 18.37 કરોડની સંપત્તિ જપ્ત

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હીઃ  એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) 200 કરોડ રૂ.ના મની લોન્ડરિંગ કેસમાં ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન (IRF)ના ઝાકિર નાઇકની 18.37 કરોડ રૂ.ની સંપત્તિ જપ્ત કરી લીધી છે. આ મામલે હજુ વધુ તપાસ ચાલી રહી છે. બીજી તરફ NIAએ ઝાકિરને 30 માર્ચે દિલ્હીમાં NIA સમક્ષ હાજર થવા સોમવારે બીજું સમન્સ પાઠવ્યું. પહેલા સમન્સ વખતે તે હાજર થયો નહોતો.

આ અગાઉ ગયા મહિને EDએ ઝાકિર અને તેની  એનજીઓ IRF સાથે જોડાયેલા મની લોન્ડરિંગના આ કેસમાં તેના એક સાથીની પણ ધરપકડ કરી હતી. EDને ઝાકિરની પણ તલાશ છે, જે ધરપકડથી બચવા સાઉદી અરેબિયા નાસી ગયો છે.

ઝાકિર-IRFની કઇ સંપત્તિઓ જપ્ત
-9.41 કરોડ રૂ.ના મ્યુચ્યુઅલ ફંડના રોકાણો.
-કુલ 1.23 કરોડ રૂ.ની જમા રકમ સાથેના IRFના 5 બેંક ખાતાં.
-ચેન્નઇમાં ઇસ્લામિક એજ્યુકેશન ટ્રસ્ટનું એક સ્કૂલ બિલ્ડિંગ, જેની અંદાજિત કિંમત 7.05 કરોડ રૂ. છે.
-મે. હાર્મની મીડિયા પ્રા. લિ.ના નામનું એક ગોડાઉન બિલ્ડિંગ, જેની અંદાજિત કિંમત 68 લાખ રૂ. છે.

ઝાકિરની બહેનની પણ પૂછપરછ કરી હતી
EDએ આ મહિને ઝાકિરની બહેન નઇલાહ નૌશાદ નૂરાનીની પણ પૂછપરછ કરી છે. નઇલાહ ઝાકિરની 5 ભૂતિયા કંપનીઓમાં ડિરેક્ટર હોવાનું મનાય છે. આ પાંચેય કંપનીઓ સામે IRF માટે મની લોન્ડરિંગનો આરોપ છે. EDની તપાસ મુજબ ઝાકિર અને તેની એનજીઓએ અંદાજે 200 કરોડ રૂ.નું મની લોન્ડરિંગ કર્યું છે, જેમાંથી 50 કરોડ રૂ. નઇલાહના બેંક ખાતાંમાં જમા કરાયા છે.
 
દેશ બહાર છે ઝાકિર નાઈક. વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો